દેશની જનતાને ફરી એક વખત મોંધવારીનો સામનો કરવો પડશે. તેલ કંપનીઓએ સબ્સિડી વગરની રસોઇ ગેસની કિંમતમાં 94 રૂપિયા અને સબ્સિડી વાળા સિલેન્ડરના ભાવમાં 4 રૂપિયા 56 પૈસાનો વધારો કરી દીધો છે. ચાર મહિનાથી ગેસ સિલેન્ડરના ભાવમાં ચાર રૂપિયા પ્રતિ મહિનાની મામૂલી વૃદ્ધિ થઇ રહી હતી, પરંતુ ગત રાતે એમાં 93.50 રૂપિયાનો મોટો વધારો કરી દેવામાં આવ્યો છે. એનાથી ગેસ સિલેન્ડરની કિંમત વધીને આશરે 751 રૂપિયા થઇ ગઇ છે.
મધ્યમ અને નિમ્ન પરિવારના લોકો પર એની વધારે અસર પડશે. કદાચ આ પહેલો મોકો છે, જ્યારે એકસાથે 93 રૂપિયાનો વધારો થયો છે. નવા ભાવ અનુસાર સબ્સિડી વાળો 14.2 કિલોનો ગેસ સિલિન્ડર દિલ્હીમાં હવે 743 રૂપિયામાં મળશે. મુંબઇમાં એની કિંમત 718 રૂપિયા થશે જ્યારે 19 કિલો વાળો સિલેન્ડર 1268 રૂપિયા થઇ જશે. તો સબ્સિડી વાળા સિલેન્ડર 491.13 રૂપિયાની જગ્યાએ 495.69 રૂપિયા થઇ ગઇ છે. ભાવમાં વધારો 1 નવેમ્બરથી લાગૂ થશે.