ઈન્ડેન કંપનીનો સબસિડી વગરનો ગેસ સિલિન્ડર(14.2 કિલો) 25 રૂપિયા મોંઘો થઈ ગયો છે. દિલ્હીમાં કિંમત 737.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તે 712.50 રૂપિયા હતી. સબસિડી વાળા સિલિન્ડર પર 1.23 રૂપિયાનો વધારો થયો છે. નવી કિંમત શનિવારથી લાગૂ થઈ છે.

મેટ્રો શહેરોમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત

શહેર પહેલા કિંમત(રૂપિયા) હાલની કિંમત(રૂપિયા) વધારો(રૂપિયા)
દિલ્હી 712.50 737.50 25
કોલકાતા 738.50 763.50 25
મુંબઈ 684.50 709.50 25
ચેન્નાઈ 728 753 25

મેટ્રો શહેરોમાં સબસિડી વાળા સિલિન્ડરની કિંમત

શહેર પહેલા કિંમત(રૂપિયા) હાલની કિંમત(રૂપિયા) વધારો(રૂપિયા)
દિલ્હી 496.14 497.37 1.23
કોલકાતા 499.29 500.52 1.23
મુંબઈ 493.86 495.09 1.23
ચેન્નાઈ 484.02 485.25 1.23

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.