અગાઉ 8.10 ટકા વ્યાજદર હતો, તેમાં વધારો જાહેર કરાયો : 6 કરોડ કર્મચારીઓ થશે ફાયદો

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ નાણાકીય વર્ષ 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે પ્રોવિડન્ટ ફંડ ખાતા માટે 8.15% વ્યાજ દરની જાહેરાત કરી છે. પ્રોવિડન્ટ  ખાતા પર વ્યાજ દર 24 જુલાઈ, 2023 ના રોજ એક પરિપત્ર જારી કરીને જાહેર કરવામાં આવ્યો છે. જેનો લાભ 6 કરોડ કર્મચારીઓને થવાનો છે.

આ વ્યાજ દરને નાણાં મંત્રાલય દ્વારા નાણાકીય વર્ષ 2022-23 માટે સત્તાવાર વ્યાજ દર બનાવવા માટે સૂચિત કરવામાં આવશે, ત્યારબાદ જ નવા વ્યાજ દર અનુસાર રકમ પ્રોવિડન્ટ ફંડ સભ્યોના ખાતામાં જમા કરવામાં આવશે.  જારી કરાયેલા પરિપત્ર મુજબ, “શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર, કર્મચારી ભવિષ્ય નિધિ યોજના, 1952 ના પેરા 60 (1) હેઠળ, વર્ષ 2022-2023 માટે ઇપીએફ યોજનાના દરેક સભ્યના ખાતામાં 8.15% ના દરે વ્યાજ જમા કરશે. ધિરાણ માટેના તમામ જરૂરી સૂચનો અનુસાર, તમામ ખાતામાં વ્યાજ સાથે સંબંધિત સૂચનાઓ જણાવવામાં આવી છે.

કર્મચારી ભવિષ્ય નિધિ એ પગારદાર કર્મચારીઓ માટે ફરજિયાત યોગદાન છે.  એમ્પ્લોયર પણ કર્મચારીના ઇપીએફ ખાતામાં જેટલી રકમ જમા કરાવે છે તેટલી જ રકમ કર્મચારીના ઇપીએફ ખાતામાં જમા કરવા માટે બંધાયેલ છે.  એક કર્મચારી માસિક ધોરણે તેની કમાણીનો 12% ઇપીએફ ખાતામાં ફાળો આપે છે.  કર્મચારીનું સંપૂર્ણ યોગદાન ઇપીએફ ખાતામાં રાખવામાં આવે છે.  નોકરીદાતાના કિસ્સામાં, ઇપીએફ ખાતામાં માત્ર 3.67 ટકા જ જમા થાય છે.  બાકીનો 8.33% એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમમાં જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.