જોર કા ઝટકા ધીરે સે
જોર કા ઝટકા ધીરે સે લગે. જુલાઈથી લઈ અત્યાર સુધીમાં પેટ્રોલમાં રૂ.૬ પ્રતિ લીટર અને ડીઝલમાં રૂ ૩.૬૭ પ્રતિ લીટર વધારો થયો છે.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ ૬૯.૦૪ છે તો અમુક શહેરમાં આ જ પ્રોડકટના ભાવ ‚રૂ ૭૦.૩૩ છે.
રાજકોટમાં પણ પેટ્રોલના લીટર દીઠ ભાવ ૭૦.૦૪ રૂપીયા છે. એટલે કે સરેરાશ રૂપીયા ૪૦નું કો‚ પેટ્રોલ (ઓઈલ વિનાનું) પૂરાવીએ તો માત્ર ૫૬ પોઈન્ટ જ જથ્થો વાહનની ટેન્કમાં આવે !!! અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૯૩માં ઓઈલવાળા પેટ્રોલના લીટર દીઠ ભાવ આશરે રૂ.૧૮ હતો. ત્યારે તોબાઈક ધરાવવું લકઝરી ગણાતી અને લુના ટીએફઆરની બોલબાલા હતી.
વર્તમાન સમયમાં પરિસ્થિતિ એ છે કે નિયમાનુર તા.૧૬મી જૂનથી પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે. આમાં સામાન્ય જનતા મુંઝવણમાં મૂકાય છે. તેને હકીકતમાં ખરેખર તો સાચો ભાવ ખબર જ નથી હોતો. તે તો પેટ્રોલ સ્ટેશન પર જાય ત્યારે જ ખબર પડે. કેમકે પેટ્રોલ ડીઝલના ભાવ રોજ બદલાયા કરે છે.
તા.૧૬મી જૂને પેટ્રોલનો ભાવ લીટર દીઠ રૂ.૬૪.૩૬ હતો આજે ૭૦ ‚પીયા આસપાસ છે. આ ભાવ દિલ્હીમાં ત્યારે ૬૫.૪૮ રૂપીયા હતો. એકંદરે પેલી હિન્દી કહેવત ઝોર કા ઝટકા ધીરે સે લગેની માફક પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલો વધારો અત્યારે તો જનતાના માથે વેંઢારી રહ્યો છે. પ્રજા પાસે આ સિવાય કોઈ છૂટકો જ નથી કેમકે પેટ્રોલ અને ડીઝલ રોજીંદી જીવન જરૂરીયાતની પાયાની વસ્તુમાં લઈ શકાય.