૧૫ દિવસમાં કોઈ નિર્ણય નહીં લેવાય તો ૧૭૫ બોટ બંધ કરી દેવાની ચીમકી
છેલ્લા દશ વર્ષથી ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી પેસેન્જર ફેરીબોટોનું ભાડુ રૂ. આઠ સરકાર શ્રી દ્વારા સને ૨૦૦૮ નકકી કરેલ તે વખતે ડીઝલનો ભાવ રૂ.૩૪નો હતો ત્યારે બાદ ઉતરોતર મોંઘવારી વધતા જીવન જરૂરીયાતની ચીજ વસ્તુ તથા પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો આવતો ગયો તેમ તેમ પેસેન્જર બોટ માલીકે છેલ્લા આઠ વર્ષથી લગત કચેરી તથા સરકારમાં લેખીત મૌખીક એક સો જેટલી રજૂઆતોકરવા છતા નકકર કોય કાર્યવાહી કરવામાં આવેલ નથી.
હાલમાં એક લીટર ડીઝલનો ભાવ ૭૪ને આંબી ગયો છે. પરંતુ પેસેજર ભાડુ ૧૦ વર્ષ પહેલા હતુ તે આઠ રાખેલ છે. આજદિન સુધી ડીઝલના ભાવ ડબલથી પણ વધારે થઈ ગયેલ હોવા છતા કોઈ ભાવ વધારો આપવામાં આવેલ નથી. અને હાલમાં અવાર નવાર લેખીત અને મૌખીક રજૂઆતો કરવા છતા ઓખા જી.એમ.બી. ઓફીસમાંથી એક જ જવાબ મળે છે. તમારી ફાઈલ સરકારમાં મોકલાવેલ છે ત્યાંથી આવશે ત્યારે થશે.
આજે તમામ બોટ માલીકો ટંડેલો એ ઓખા જેટી એથી ચાલીને રેલી સ્વરૂપે ગુજરાત મેરીટાઈમ બોર્ડની કચેરીએ આ અંગે તાત્કાલીક દીન ૧૫માં પેસેન્જર બોટનું જે આઠ રૂ.માંથી ૩૦ કરવામાં નહી આવે તો અહી ચાલતી ૧૭૦ પેસેન્જર ફેરી બોટ બંધ કરી ગાંધી ચીંધ્યા માર્ગે ઉતરવાની લેખીત અરજી આપી હતી.