ગુજરાતના ગૌરવ સમા સિંહોની સંખ્યામાં વધારો થયાનું જાણવા મળ્યું છે. પૂનમની રાત્રે થયેલી પ્રાથમિક ગણતરીમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે.

સિંહોની સંખ્યા 600 જેટલી નોંધાઇ છે. ગીરકાંઠાના ગામો અને બૃહદ ગીરમાં સિંહબાળની સંખ્યા 60થી વધુ હોવાનું નોંધાયું છે. આથી ગીરનું જંગલ સિંહબાળોથી ગુંજી ઉઠ્યું છે.

ગુજરાત વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણની કામગીરી રંગ લાવી છે.આથી સિંહોની સંખ્યામાં ઘટાડો થતા જે તે સમયે સિંહ પ્રેમીઓમાં રોષ ભભૂક્યો હતો.

પરંતુ હવે સિંહોની સંખ્યામાં વધારો થતા ખુશીના સમાચાર મળી રહ્યા છે.ગત રાત્રે જ પૂનમ હોવાથી વન વિભાગ દ્વારા સિંહોની ગણતરી હાથ ધરાઇ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જેમાં સિંહોની સંખ્યામાં વધારો નોંધાયો છે. 2015માં સિંહની ગણતરીમાં 511 સિંહો નોંધાયા હતા. હાલ અમરેલી, બૃહદ ગીર, ધારી, ગીર પૂર્વ, જૂનાગઢ, સોમનાથ, ભાવનગર સહિતના વિસ્તારોમાં સિંહોનું રહેણાંક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.