દેશની સમુદ્રી તાકાતમાં વધારો!!
સમુદ્રમાં ગતિવિધિઓ પર નજર રાખનાર સ્પેશ્યલાઈઝ શીપ ‘VC 11184” થી ભારતની સર્વેલન્સ ક્ષમતા વધશે
મિસાઈલને પણ ટ્રેક કરનારો ભારત વિશ્ર્વનો પાંચમો દેશ બન્યો
ભારતની સમુદ્રી તાકાતમાં વધારો થયો છે. તાજેતરમા ભારતીય નૌકાદમાં બેલેસ્ટિક મિસાઈલનો પીછો કરી તેનો નાશ કરનાર યુધ્ધ જહાજ સામેલ થયું છે. આનાથી ભારતીય સમુદ્રી વિસ્તારમા થઈ રહેલી ગતિવિધીઓ પર નજર રખાશે દેખરેખ વધુ મજબુત બનશે અને દુશ્મન દેશોની મિસાઈલ દેખાશે તો તેને મારવામાં પણ મોટી મદદ મળશે.
ભારતે હાલ જે યુધ્ધ જહાજ નેવીમા ડેપ્લોઈ કર્યું છે. જેનું નામ વીસી 11184 છે. આ જહાજ નિર્માણનું કામ વર્ષ 2014થી ચાલી રહ્યું હતુ જણાવી દઈએ કે, આ પ્રકારનું યુધ્ધ જહાજ કે જે મિસાઈલને પણ ટ્રેક કરવામાં સક્ષમ હોય આવી સ્પેશ્યલાઈઝ શિપ મેળવવામાં ભારત વિશ્ર્વનો પાંચમો દેશ બની ગયો છે.
અમેરિકા, ફ્રાંસ, રશિયા અને ચીન આ યુધ્ધ જહાજ ધરાવે છે જેમાં હવે ભારતનો પણ સમાવેશ થયો છે. આ સર્વેલન્સ જહાજ વ્યુહાત્મક મિસાઈલ પ્રક્ષેપણ અને દરિયાઈ પ્રવૃત્તિઓનું નીરીક્ષણ કરવા માટે સક્ષમ છે. વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં આ જહાજનું નિર્માણ થયું હતુ આ જહાજ સંરક્ષણ અને સંશોધન વિકાસ સંસ્થા ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. હાલના સમયમાં ભારતીય ઉપખંડ સમુદ્ર વિસ્તારમાં ચીનના વધતા જતા પ્રભાવને જોતા આ વીસી 11184 એક મહત્વના પાસારૂપ સાબિત થશે.