કોરોનાની દહેશત વચ્ચે રાજકોટમાં તાવ, શરદી-ઉધરસના કેસોમાં વધારો થયો છે. દવાખાનાઓ દર્દીથી ઉભરાઇ રહ્યા છે. જો કે, મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચીકન ગુનિયાના કેસમાં ઘટાડો થયો હોવાનું કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચીકન ગુનિયાના કેસ ઘટ્યા: શરદી-ઉધરસના 1541, ઝાડા-ઉલ્ટીના 260 અને તાવના 113 કેસ

આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં એક સપ્તાહમાં મેલેરિયા અને ડેન્ગ્યૂના એક-એક કેસ જ્યારે ચીકન ગુનિયાના ત્રણ નવા કેસ નોંધાયા હોવાનું જાહેર કરાયું છે. એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના 1541 કેસ, સામાન્ય તાવના 113 કેસ અને ઝાડા-ઉલ્ટીના 260 કેસ મળી આવ્યા છે. રોગચાળાને નાથવા માટે કોર્પોરેશનની ટીમ દ્વારા એક સપ્તાહમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 48,999 ઘરોમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 735 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. બિનરહેણાંક હેતુ માટેની 774 મિલકતોમાં મચ્છરના ઉપદ્રવ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ સ્થળેથી મચ્છરના લારવા મળી આવ્યા હતા. રહેણાંક હેતુની 278 મિલકતોમાં મચ્છરોનો ઉપદ્રવ જણાતા તમામને નોટિસ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.