ગુજરાત સરકારના બજેટને આવકારતા યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે રોજગારીની ખાસ ચિંતા કરવામાં આવી છે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના જાહેર કરવામાં આવી છે. જે હેઠળ રૂ એક લાખ યુવાનોને ખાનગી કંપનીઓ તરફથી પગાર ચુકવાશે તે ઉપરાંત સ્થાનીક યુવાનોને રૂ ત્રણ હજાર તથા ડીપ્લોમાં ધારકને રૂ બે હજાર તથા અન્યોને રૂ પંદરસો રકમ આપી રૂ ૨૭૨ કરોડ ખર્ચશે. આ ઉપરાંત ભારત સરકારની યોજનામાંથી રૂ પંદર સો સ્ટાઇપેન્ડ તો ચાલુ જ રહેશે. વિવિધ સરકારી વિભાગોમાં ૩૦ હજારની સરકારી ભરતી સાથો સાથ ભરતી મેળા યોજી ખાનગી એકમોમાં રોજગાર આપવાનો પણ પ્રયાસ કરાશે.
આમ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટમાં યુવાઓની ખાસ ચિંતા કરી તેમને શિક્ષણની તકો અને રોજગારી માટે ખાસ ઘ્યાન આપ્યું છે. આ યુવાલક્ષી બજેટથી ગુજરાતનો વિકાસ વધુ વેગવંતો બનશે. રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળા દ્વારા ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને અભિનંદન પાઠવી બજેટને આવકાર્યુ છે.