નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ઘર આંગણે ઇલેકટ્રોનિક ગુડઝના ઉત્પાદનનો આંક ૪૯૫૦ અબજ ડોલર
મોદી સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ મિશનની ચમક દેખાવાની શરુઆત થઇ ચૂકી છે. લોકલ મેન્યુફેકચરર્સને પ્રમોટ કરવાની સરકારી નીતીને સફળતા મળી છે. કેમ કે આયાતી ઇલેકટ્રોનીક માલ સામાન કરતા ઘર આંગણે એટલે કે સ્વદેશી ઉપકરણોનું ઉત્પાદન વઘ્યું છે આ એક ગુડ ન્યુઝ છે.
ઘર આંગણે સ્વદેશી ઇલેકટ્રોનીક માલ સામાનનું ઉત્પાદન નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માં ૪૯.૫૦ બીલીયન ડોલર હતું. જયારે આયાતી ઇલેકટ્રોનીક માલ સામાનનો આંકડો તેનાથી ઓછો ૪૩ બીલીયન ડોલર હતો. દેશમાં ઘર આંગણે જ મેક ઇન્ડિયા મિશનહેઠળ ઇલેકટ્રોનિક ગુડઝનું ઉત્પાદન થાય તે માટે કેન્દ્ર સરકારે ઘણા મહત્વના પગલા લીધા હતા જેને સફળતા પણ મળી છે.
મેક ઇન ઇન્ડિયા મિશન હેઠળ ઘર આંગણે ઉત્૫ાદીત થતા ઇલેકટ્રોનીક માલ સામાનમાં સ્માર્ટ ફોન, એપ્લાયન્સીસ, સેટ ટોપ બોકસ, માઇક્રોવવ, એલઇડી લેમ્પ, ટેલીવીઝન વિગેરે સામેલ છે. આ બધું ચીનથી આયાત થઇને આવતું હતું. સરકાર હજુ ધરેલું કંપનીઓને ઇન્સેન્ટીવ આપીને પ્રોત્સાહીત કરવા માંગે છે.