નિકાસ વધે, ઉત્પાદન વધે, લાખો લોકને રોજગારી આપો, દેશને પાંચ ટ્રિલિયનની ઇકોનોમી બનાવો, GST કલેક્શનનાં રેકોર્ડ કરો પરંતુ જો વર્ષનાં અંતે તમારા ચોપડામાં આવક કરતા જાવક વધારે હોય તો તમે સરવાળે નુકસાનીમાં છો, જેને કહેવાય નાણાકિય ખાધ અથવા તો ફિસકલ ડિફિસીટ..!
સરકારે બજેટમાં નક્કી કરેલ ટાર્ગેટ સામે સરકારનું વાસ્તવમાં પરફોર્મન્સ , દેશની તિજોરીની હાલત તથા દેશની સમûધ્ધિનું બેરો મીટર એટલે દેશની નાણાકિય ખાધનાં આંકડા..! ભારતની વાત કરીએ તો નાણાપ્રધાન નિર્મલા સીતારામને 1 લી ફૈબ્રુઆરી-2022નાં રોજ વર્ષ 2022-23 નું કેન્દ્રિય બજેટ રજુ કર્યુ ત્યારે નાણાકિય ખાધ 6.4 ટકા રહેવાની ધારણા મુકાઇ હતી. ઓગસ્ટ-22 માં સ્ટેટ બેંકની રીસર્ચ પાંખે જણાવ્યું છૈ કે દેશી નાણાકિય ખાધ ધારણા કરતા વધારે એટલે કે 6.5 ટકા રહેવાનો અંદાજ છે. મતલબ કે સરકાર GST સહિતનાં અન્ય કરવેરામાં ભલે વિક્રમો સર્જતી હોય પણ સરવાળે તિજોરીની આવક અને જાવક વચ્ચેનું અંતર વધી રહ્યું છે. આમ તો નાણાકિય ખાધની ગણતરી દેશનાં GDP ની ટકાવારીનાં આધારે પણ થતી હોય છૈ.
એક તર્ક એવો પણ છે કે જેમ તમારી નાણાકિય ખાધ વધૈ તેમ વૈશ્વિક બજારમાં તમારા રેટિંગમાં ઘટાડો થાય છે, જેના કારણે વિદેશી મુડીરોકાણમાં પણ ઘટાડો થઇ શકે છે. પરિણામે આપણા દેશની કરન્સીની કિંમત વૈશ્વિક બજારમાં ઘટે છે. આ ઉપરાંત દેશનાં અર્થતંત્રની પ્રવાહિતા જાળવી રાખવા માટે બજારમાં વધુ કરન્સી ઠાલવવી પડે છે જે એકંદરે રુપિયાનું અવમુલ્યન કરે છે.
સપ્ટેમ્બર-22 નાં અંતે બહાર આવેલા આંકડા પ્રમાણે એપ્રિલ-22 થી ઓગસ્ટ-22 સુધીની ભારતની નાણાકિય ખાધ 5.42 લાખ કરોડ રૂપિયા એટલે કે આશરે 66.56 અબજ ડોલર થઇ છે. જે દેશનાં કુલ વાર્ષિક અંદાજનાં 31.1 ટકા જેટલી છે. ક્ધટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ ( સીજીએ) ઐ આ આંકડા રજૂ કર્યા છૈ. જેમાં દર્શાવાયું છે કે કરવેરાની કુલ આવક સાત લાખ કરોડ રૂપિયા થઇ છૈ જ્યારે ખર્ચ 13.90 લાખ કરોડ થયો છૈ. કુલ પાંચ મહિનાનાં આંકડા માંથી જુલખાઇ-22 માં સરકારને નાણાકિય ખાધના અનુમાન કરતા 11040 કરોડ રૂપિયા વધારે કરવેરાનાં રુપમાં વસુલ કરવામાં સફળતા મળી છૈ. બાકીનાં ચારેય મહિનામાં સરકાર ટૂકી પડી છે. નાણાકિય વર્ષ 2021-22 માં નાણાકિય ખાધ પહેલા પાંચ મહિનામાં 4.68 લાખ કરોડ રુપિયા હતી જે વિતેલા પાંચ મહિનામાં 15.7 ટકા જેટલી વધી છૈ. માત્ર ઓગસ્ટ-22 માં જ સરકારની નાણાકિય ખાધ 2.01 લાખ કરોડ રુપિયા રહી હતી. જુલાઇ-22 જે સરપ્લસ જોવા મળી છૈ તે પણ માર્ચ-20 પછી પ્રથમ વખત એટલે કે 28 મહિના પછી પહેલી વાર જોવા મળી છે. ઓગસ્ટ-22 માં કુલ ખર્ચ 2.63 લાખ કરોડ રુપિયા થયો છૈ જે ગત વર્ષ કરતા 3.3 ટકાનો ઘટાડો દેખાડે છે. પરંતુ મુડી ખર્ચ 0.5 ટકા જેટલો વધીને 43658 કરોડ રૂપિયા થયો છૈ. આમ તો 10 મી ઓગસ્ટે કેન્દ્ર સરકારે રાજ્યો માટે 1.17 લાખ કરોડ રુપિયા ફાળવ્યા તેનો મોટો બોજ સરકારી તિજોરી ઉપર આવ્યો છે.
આંકડા બોલે છે કે સરકારની ટેક્ષની આવક 70.70 ટકા ઘટીને 33882 કરોડ રૂપિયા થઇ છે જ્યારે બિન-કરવેરાની આવક 213.20 ટકા વધીને 27221 કરોડ રૂપિયા થઇ છે. ટૂંકમાં કહીએ તો સરકારની ઓગસ્ટ-22 માં કુલ આવક 8.48 લાખ કરોડ રૂપિયા રહી છે જે 4.9 ટકાનો વધારો દર્શાવે છે. સામા પક્ષે કુલ ખર્ચ 8.9 ટકાના વધારા સાથે 13.90 લાખ કરોડ રૂપિયા થયો છે.
જો કે નાણાકિય ખાધમાં વધારો થવા છતાં સરકારે દેણામાં 10,000 કરોડ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જે એક સારી બાબત છે. સામાપક્ષે સરકારની કોર્પોરેશન ટેક્ષ, પર્સનલ ઇન્કમ ટેક્ષ, એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી જેવા વિવિધ કરવેરાની આવકમાં ઘટાડો જોવા મળ્યો છૈ.હાલમાં એવું લાગે છે કે બજેટમાં સરકારે નાણાકિય ખાધનું જે લક્ષ્યાંક રાખ્યું હતું તેના કરતા ખાધ વધી રહી છૈ પરંતુ સરકારને આશા છે કે જે રીતે હાલમાં કારોબાર વધી રહ્યા છૈ તે જોતા આગામી છ મહિનામાં વર્ષ 2022-23 નાં અંતે સરકાર પોતાનું લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળ રહેશે.