સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની વિદ્યાર્થિની સાથે પ્રો.પંચાલની ગેરવર્તુણક સામે યુનિવર્સિટીએ તાત્કાલીક પગલા લેવાની એ.બી.વી.પી.ની માંગ: કાર્યકારી કુલપતિ નિલાંમ્બરીબેન દવેને આવેદન પાઠવાયુ
આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એ.બી.વી.પી. દ્વારા યુનિવર્સિટીમાં બાયો સાયન્સ ભવનના પ્રો.નિલેશ પંચાલ સામે પીએચડીની વિદ્યાર્થિની દ્વારા આક્ષેપ કરાયા છે કે નિલેશ પંચાલે બિભત્સ માંગણી અને ગેરવર્તુણક કરી છે. જેને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો હતો અને કાર્યકારી કુલપતિ સમક્ષ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આ બાબતે એ.બી.વી.પી.ના કાર્યલય મંત્રી કુંજ કડીવારે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં જે કોઈપણ દોષીત સાબીત થાય તેની સામે યોગ્ય પગલા લેવામાં આવે તેમજ તેના પર કડકમાં કડક કાર્યવાહી થાય જો આવું નહીં કરવામાં આવે તો આગામી સમયમાં અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.
સાથો સાથ મહિલા જાતિય સતામણી સેલની સક્રિયતા વધે અને મહિલા જાતિય સતામણી સેલના દરેક સભ્યોના નામ અને નંબર યુનિવર્સિટીના દરેક ભવનો તેમજ સંલગ્ન કોલેજોના નોટિસ બોર્ડ પર લગાવવામાં આવે જેથી આવતા દિવસોમાં આવી ઘટનાઓ યુનિવર્સિટીમાં તેમજ કોલેજોમાં ન થાય.