ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ્સ એન્ડ ઓઈલ સીડ્સ એસોસિએશન દ્વારા કૃષિમંત્રીને પત્ર લખી કરાય રજૂઆત
ભારતમાં ખાદ્યતેલની ખાધ ભાંગવા માટે મગફળીનું વાવેતર વધારવા માટે સમીરભાઈ શાહ દ્વારા રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.
દેશમાં ખાધતેલની મોટી ખાધ છે ને પ્રતિવર્ષે ખુબજ મોટી માત્રામાં આપણે ખાધતેલની આયાત કરવી પડે છે. ગુજરાતમાં પાકતી મગફળી ઍક એવી જણસ છે કે જેના દાણામાં ખાધતેલની માત્રા વધારે હોવાને કારણે ખાધતેલ ક્ષેત્રની અછત ભાંગવાની મોટી ક્ષમતા છે.
ગુજરાતમાં મગફળીનું વાવેતર અને ઉત્પાદન વધે તે ખુબજ જરૂરી છે. ખાધતેલની મળતર ઉપરાંત શિંગદાણા અને શીંગતેલમાં અપાર પોષકદ્રવ્યો છે જેથી તેમનો વધુ વપરાશ આરોગ્ય ક્ષેત્રે ચમત્કાર સર્જી શકે તેમ છે. તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખતા ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ્સ એન્ડ ઓઈલ સીડ્સ એસો.ના પ્રમુખ સમીરભાઈ શાહે જણાવ્યું છે.શીંગતેલના ભાવ બાબતે ઘણી સેન્સે ગુજરાત છે ને તે ઍક રાજકિય મુદો બની રહે છે.કારણો જોતાં ગુજરાતમાં મગફળીનું વાવેતર અને ઉત્પાદન વધે તે જોવું ખુબજ મહત્વનું છે.
ખેડૂતોને મગફળી વાવી તેનો ઉછેર કરવો અન્ય જણસો કરતાં વધુ ખર્ચાળ છે. આવા સંજોગોમાં ખેડુતો મગફળીના વાવેતર પ્રત્યોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે સરકાર તરફથી પ્રોત્સાહક પગલા ભરવા અતિ આવશ્યક છે.
ટેકાના ભાવ વધારવા ઉપરાંત, ખેડૂતોને મગફળીના વાવેતર પર કોઇપ્રકારનું બોનસ કે રોકડ વળતર આપવામાં આવે, તો મગફળીનું વાવેતર ચોકકસ વધે અને જેનાથી ઘણાબધા પ્રશ્નોનો ઉકેલ આવે આપ પોતે ખુબજ અનુભવી તેમજ અભ્યાસ છો અને કૃષિ વ્યવસાય સાથે સંકળાએલ છો તેથી આપને આ બાબતે વધુ કહેવાનું ના હોય, બે , ત્રણ માસમાં જ ખેડૂતો ખરીફ વાવણી માટેની તૈયારી શરૂ કરી દેશે તેથી જેમ બને તેમ જલ્દી આવા પ્રોત્સાહક પગલાની જાહેરાત થાય તે જરૂરી છે.
ગત ફેબ્રુઆરી માસમાં પણ અમોએ આ બાબતે આપનું ધ્યાન દોરેલ અને રજુઆત પણ યોગ્ય જાહેરાત ન થઈ . જો આવા પગલાં ગત વર્ષે લેવાયા હોત તો મગફળીનું વાવેતર ઘટયું ના હોત અને હાલમાં જે મગફળીની અછતની પરિસ્થિતિ સર્જાઈ છે તે ના થઈ હોત.