૨૦૧૯ની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં દોડધામ શરૂ થઈ છે. તેમાં પણ મોદીને હરાવવા માટે કોંગ્રેસ મહાગઠબંધનની તૈયારી કરી રહ્યું છે. એકતાની મામણમાં જોડાઈ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આ સાંઢીયાના… એક થાય તો શું થાય તેવા પ્રશ્ર્નો ઉભા ઈ રહ્યાં છે. મહાગઠબંધનમાં એકી એક ચડિયાતા પક્ષો એક વાની વિચારણા ચાલે છે ત્યારે આવું મહાગઠબંધન જીતતા શાસન કેવી રીતે ચાલી શકે તે પણ મહત્વની વાત છે. એક તરફ કોંગ્રેસ આંતરીક વિખ્વાદોી બહાર આવી રહ્યું ની તો બીજી તરફ બીજા પક્ષોને પણ જોડવાની કવાયત શ‚ કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં મહાગઠબંધન કેટલુ સફળ રહેશે તે જોવાનું રહ્યું. આ ઉપરાંત ગુજરાતમાં પણ કોંગ્રેસની આંતરીક પરિસ્થતિમાં ઘણા વિવાદો જોવા મળી રહ્યાં છે તેમાં પણ હાઈ કમાન્ડની અનિર્ણાયકભરી સ્થિતિના કારણે કોંગ્રેસીજનોમાં અજંપા ભર્યો માહોલ બન્યો છે. આ અંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે શનિવારે યોજાયેલી બેઠક બાદ પ્રદેશ કોંગ્રેસને નવી દિશા મળશે અને પક્ષની દશા સુધરશે તેવા સંકેતો મળવાની કોંગીજનોની આશા ઠગારી નીવડી છે. દિલ્હીની બેઠક હકારાત્મક અને સકારાત્મક રહી હાેવા છતાં કોંગીજનોમાં ોભો અને રાહ જૂઓની નીતિી અજંપો પ્રવર્તી રહ્યો છે. દિલ્હીની બેઠક બાદ મુખ્યપ્રધાનપદનો ચહેરો જાહેર કરવો કે નહીં તે અંગેની દુવિધા દૂર વાની ધારણા પોકળ સાબિત ઈ છે તો ધારાસભ્યોને પુન: ટિકિટ આપવી કે નહીં, સંગઠનના મહત્વના પદો પર ઝડપી નિમણૂક કરવા સહિતના અનેક મહત્વના નિર્ણયો અંગે પ્રદેશના નેતાઓ તરફી નક્કર આશ્વાસન કે હૈયાધારણ ન મળતા કોંગીજનોમાં અકળામણ જોવા મળી રહી છે. આ સ્થિતિ આગામી દિવસોમાં પ્રદેશમાં યાદવાસ્ળી તીવ્ર બનાવે અને બે ભાગલા પાડે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.

કોંગ્રેસની કોર કમિટીની દિલ્હીની બેઠક બાદ મોટા નિર્ણયો જાહેર કરવામાં આવે તેવો આશાવાદ સેવાતો હતો જેમાં મુખ્યત્વે સંગઠનના જુદા જુદા પદો પર ઝડપી નિયુક્તિ, વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરવા કે નહીં, ચૂંટણીલક્ષી કામગીરી માટે મહત્વની જવાબદારી સોંપવી, પ્રદેશના માળખામાં ફેરફાર વગેરે જેવા મુદ્દાઓનો નિકાલ થશે તેવું મનાતું હતું પરંતુ આ મુદ્દાઓ અંગે કેવા નિર્ણયો લેવાયા તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાી ચૂંટણીના વર્ષમાં પક્ષને બેઠો કરવા કે સંગઠનને ધમધમતું કરવાના નક્કર પગલાંની અપેક્ષા પરિપૂર્ણ તી ની એવી લાગણી કોંગીજનોમાં બળવત્તર બની છે. પ્રદેશના એક નેતા કહે છે કે, દિલ્હીમાં સકારાત્મક વાતાવરણમાં સૂચનો યા અને તેની હકારાત્મક નોંધ લેવાઈ છે એ નિર્વિવાદ છે પરંતુ કોંગ્રેસના કાર્યકરોને તેનાી જે સ્પષ્ટ મેસેજ મળવો જોઈએ તે મળ્યો ની એ પણ એક હકીકત છે.

રાજ્યમાં ભાજપને સત્તા અપાવવા માટે નિર્ણાયક ભૂમિક ભજવનારો પાટીદાર સમાજ ભાજપી વિમુખ યો છે અને કોંગ્રેસે તાલુકા, જિલ્લાની ચૂંટણીમાં તેનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે, છતાં પાટીદાર સમાજને પક્ષમાં અને ચૂંટણીમાં પ્રતિનિધિત્વ આપવા બાબતે તીવ્ર મતભેદો પ્રવર્તી રહ્યા છે. એક જૂ દ્વારા પાટીદાર સહિતના ભાજપી નારાજ તમામ સમાજોને સો રાખીને ચૂંટણી લડવાની તરફેણ કરી રહ્યું છે તો બીજું જૂ પક્ષમાં આ સમાજોનું જાહેરમાં સર્મન મેળવતા અચકાઈ રહ્યું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોની બેઠકમાં કેટલાક સભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ગુજરાતની ચૂંટણીમાં ઠાકોર, દલિત અને પાટીદાર સમાજની નારાજગીનો કોંગ્રેસ કઈ રીતે ફાયદો ઉઠાવી શકે છે તેની પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીની બેઠકમાં હાજર એક આગેવાન કહે છે કે, બેઠકમાં સાંપ્રત રાજકીયસ્થિતિ, ભાજપની નબળાઈ, કોંગ્રેસને ક્યાં અને કેવી રીતે ફાયદો ઈ શકે વગેરે બાબતો અંગે વિગતવાર ચર્ચા ઈ છે પરંતુ આવી બાબતો જાહેરમાં ચર્ચાતી ની પરંતુ પક્ષમાં પ્રવર્તી રહેલી અસમંજસની સ્થિતિ ક્યારે દૂર થશે? અને કાર્યકરો અને સનિક આગેવાનોને ક્યારે સ્પષ્ટ સંકેત મળશે? તેના ઉત્તરમાં તેઓ માત્ર એટલું કહે છે કે, આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ ઈ જશે!

ગુજરાતમાં છેલ્લા બાવીસ વર્ષી કોંગ્રેસ સત્તાથી દૂર છે. રાજ્યમાં છેલ્લા અઢી વર્ષમાં ભાજપ સરકારમાં જે ભાંજગડ ઈ તેનાી કોંગ્રેસ માટે અત્યારની રાજકીય સ્િિત સૌથી સારી ગણાવાય છે પરંતુ આ તકનો લાભ ઉઠાવવા માટે આક્રમક વલણ અપનાવવાને બદલે વિલંબની નીતિ અપનાવવા સામે પણ અનેક કોંગીજનો નારાજગીનો સૂર વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસની આગામી ૧૦મી મેના રોજ અમદાવાદમાં યોજાનારી પ્રદેશ કારોબારીમાં પણ તેના પડઘા પડે તેવી શક્યતા વ્યક્ત કરતા સૂત્રો ચીમકી ઉચ્ચારતા કહે છે કે, અનેક ધારાસભ્યો અને આગેવાનોની ધીરજ ખૂટી રહી છે. પક્ષ જો સમયસર આ મુદ્દાઓનો ઝડપી નિકાલ નહીં કરે અને નિર્ણય લેવામાં વિલંબની નીતિ અપનાવશે તો પક્ષને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે એ નિશ્ચિત છે.

ગુજરાત સરકાર દ્વારા જીએસટી બિલ પસાર કરવા માટે ૯મી મેના રોજ વિધાનસભાનું એક દિવસનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સત્રમાં કોંગ્રેસની રણનીતિ અંગે વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સોમવારે સાંજે ૬ વાગે ગાંધીનગર સરકીટ હાઉસમાં ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના આગેવાનો પણ હાજર રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.