તામિલનાડુની એક પેઢી પર ઇન્કમટેકસ વિભાગે દરોડો પાડી ૪૩૫ કરોડ રૂપિયાની બીનહિસાબી આવક ઝડપી લઇ કાર્યવાહી કરી હોવાનું સીબીડીટી એ જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રના મટીરીયલ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલી આ કંપની પર દરોડો પાડી બાતમીના આવક ગેરરીતી અંગે તપાસ કરવામાં આવી હતી.
તામિલનાડુ રાજયના ત્રણ શહેરોમાં અલગ અલગ ર૦ જગ્યાએ ૧પમી નવે. શરુ કરેલી તપાસ કામગીરી દરમિયાન બીન હિસાબી ૩૨.૬ કરોડ રૂપિયાની રોડક ૧૦ કિલો સોનાના દાગીના મળી આવ્યા હતાં. સીબીડીટી દ્વારા ઇન્કમટેકસ વિભાગ આ માઘ્યમથી કરવામાં આવેલી તપાસમાં મોટાપાયે કરચોરી થતી હોવાનું બહાર આવ્યું છે. આવકવેરાની તપાસ દરમિયાન કંપની અને પ્રમોટો દ્વારા કંપનીની સાચી આવક છુપાવવા માટે ખોટા ખર્ચાની માયાજાળ ઉભી કરવામાં આવી હતી.
કંપનીએ આવા ખોટા ખર્ચાનું ચુકવણું ચેક અને આરટીજીએસથી કરીને રોકડમાં નાણા પરત હાથ ધર્યા હતા. બીન હિસાબી આવક નાંણા કંપનીના પ્રમોટરોએ સ્થાવર મિલ્કત ખરીદીને રોકયાં હતા. આ ઉપરાંત અન્ય ધંધાઓમાં ભાગીદારી, કંપનીઓના શેર, ફિકસ્ડ ડિપોઝીટ અને રોકડના રુપમાં આવક છુપાવી હતી. તામિલનાડુ ની આ કંપની પાસેથી અત્યાર સુધીમાં ૪૩૫ કરોડ રૂપિયાની અસકયામત જપ્ત કરવામાં આવી છે. હજુ તપાસ ચાલુ હોવાનું સીબીડીટીના સુત્રોએ જણાવાયું છે.