ઘણા સમયથી મઘ્યમ વર્ગની માંગ હતી કે પ લાખ સુધીની મર્યાદા ઇન્કમ ટેકસમા કરવી જોઇએ જે મોદી સરકારે કરીને અચ્છેદીન આપી રહ્યાની છડી પોકારી છે. આ દેશ કૃષિ પ્રધાન દેશ છે અને જયાં સુધી ખેતી અને ખેડુત આબાદ ન થાય ત્યાં સુધી દેશ આબાદ ન થઇ શકે તે સિઘ્ધાંતને ઘ્યાને લઇને ખેડુતને આબાદ કરવા માટે ઉત્૫ાદનના પૂરતા ભાવ મલે અને માર્કેટ મળી રહે તે માટેની સરકારની ચિંતા આગામી દિવસોમાં તેના પરિણામ જોવા મળશે અનેક વર્ષોથી ખોડગાતું દેશનું અર્થતંત્ર આજે સમૃઘ્ધીની દિશામાં પગરણ પાડી રહ્યું છે ટેકસ ભરનારાઓની નોંધ લઇને થોક બંધ રાહતો આપી છે.