કેન્દ્રના નાણા મંત્રાલયના સૂત્રોએ સંકેત આપ્યા છે કે આગામી બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવે તેવી શક્યતા છે. સરકાર 2018-19ના બજેટમાં આવકવેરા મુક્તિમર્યાદામાં વધારાની સાથોસાથ ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલય સમક્ષ વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદા વર્તમાન રૂ. દોઢ લાખથી વધારી રૂ. ત્રણ લાખ કરવાનો પ્રસ્તાવ છે. જોકે આ મર્યાદા વધારીને રૂ. 5 લાખ કરવાની સમયે સમયે માગણી કરાય છે.
સરકારે તેના અંતિમ પૂર્ણ બજેટમાં મોટા ભાગે પગારદારોનો આવરી લેતા મધ્યમ વર્ગને મોટી રાહત પહોંચાડવા સક્રિય પણ વિચારણા શરૂ કરી છે. ટેક્સ સ્લેબમાં વાર્ષિક પાંચથી 10 લાખ સુધીની આવકને 10 ટકા વેરાના સ્લેબમાં લવાય તેવી શક્યતા છે.
આવનારા બજેટમાં ટેક્સ
2017-18ના બજેટમાં ટેક્સ સ્લેબ કેટલો હતો?
3 લાખ સુધી 00%TAX
5 લાખ થી 10 લાખ 20%TAX
10લાખ થી 1કરોડ 30%TAX
1કરોડ થી ઉપર 30%TAX