જામનગરમા જાણીતા નીઓ ગ્રુપને ત્યા ઇન્કમટેક્સના દરોડામા રૂપિયાસાડા પાંચ કરોડની છુપી આવક જાહેર થઇ છે. જો કે વધુ તપાસ માટે સાહિત્ય પણ કબજે કરાયુ છે.

શિવમ બિલ્ડર,નીઓ ગ્રુપ વગેરે નામથી જાણીતી જામનગરની પેઢી ઉપર રાજકોટ ઇન્કટેક્સ વિભાગની સુચનાથી જામનગર આઈ.ટી.ની કુલ પાંચ સ્થળોએ એકી સાથે તપાસમા દરોડા પાડવા ટીમો ગઇ હતી. તપાસ દરમ્યાન સતત આઠ કલાકના સઘન અભ્યાસ અને હિસાબોના ચેકીંગમા એક પછી એક ગંભીર બાબતો કુલવા લાગી હતી.
અંતે ગઇકાલે મોડી રાત્રે પેઢીઐ સાડા પાંચ કરોડની છુપી આવક જાહેર કરી છે. હજુ આ કેસની તપાસ ચાલુ જ રહેશે તેમ જાણવા મળ્યુ છે. દરોડાના પગલે લગત પેઢીઓમા ફફડાટ જોવા મળતો હતો અને વિગતો જાણવા મોડી રાત સુધી ફોન અને મેસેજ ચાલુ જ હતા કેમકે વરસોથી જામનગરમા મોખરાનુ સ્થાન ધરાવતી આ પેઢીનો વ્યાપ એટલો છે કે તેમા અન્ય બીલ્ડરો અને ધંધાર્થીઓ સંકળાયેલા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.