અન્ય 25 સ્થળો પર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરાઈ : ખુબજ મોટી માત્રામાં બેનામી વ્યવહારો સામે આવવાની શક્યતા
અબતક, અમદાવાદ
છેલ્લા લાંબા સમયથી આવકવેરા વિભાગને જીએસટી દ્વારા અનેકવિધ સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પગલે અનેક બેનામી વ્યવહારો પણ સામે આવ્યા છે. રિયલ એસ્ટેટ , ટેલિકોમ સહિતના વિવિધ ક્ષેત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. ફરી એક વખત રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઉપર આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે જેમાં અમદાવાદના ખ્યાતનામ બે ગ્રુપ જેવા કે શિલ્પ અને શિવાલિક ઉપર વહેલી સવારથી જ આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બંને ગ્રુપ ઉપર જે દરોડા પાડવામાં આવ્યા છે તે આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન પણ સાબિત થશે એટલું જ નહીં અન્ય 25 સ્થળો ઉપર પણ સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલી હોવાનું પણ જાણવા મળ્યું છે.
છેલ્લા ઘણા સમયથી આ તમામ ક્ષેત્રો પોતાની આવક સરગાસન સમક છુપાવતા હતા પરિણામે જે સરકારને પર પેટે આવક થવી જોઈએ તે થઈ શકતી ન હતી ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકશ દ્વારા આ ગતિવિધિ ઉપર રોકવામાં આવે તે ખૂબ જ જરૂરી હતું જેને લઇને આવકવેરા વિભાગ દ્વારા સતત સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ અમદાવાદના બે ગ્રુપ ઉપર જે આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે તેનાથી એ વાત સ્પષ્ટ થઈ છે કે હજુ પણ આગામી સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી શકે.
દરોડા પડતા જ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સોપો પડી ગયો, અન્ય ગ્રૂપ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાઈ તેવી શક્યતા
અમદાવાદની અને શિવાલિક કે જે રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ સક્રિય છે તેના પર આવકવેરા વિભાગના દરોડા પાડતાં એ વાતની પણ શક્યતા સેવાઇ રહી છે કે આ બંન્ને રૂપો પાસેથી ખૂબ મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો પણ સામે આવી શકે છે. વહેલી સવારથી આ બંને ગ્રુપો પર જે અસર અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ તપાસ કેટલો સમય સુધી ચાલે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ આ બંને ગૃહોની સાથે અન્ય 25 સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા પડયા હોવાનું સામે આવ્યું છે.
આવક વેરા વિભાગ દ્વારા જે રીતે અમદાવાદમાં એક સાથે આઇટી વિભાગ દ્વારા હ 25 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, તેને ધ્યાને લઈ અનેક પ્રશ્નો સામે ઊભા થયા છે.અને અમદાવાદના સૌથી મોટા બે ગ્રૂપ જેમાં શિલ્પ અને શિવાલિક બ્લિડરનો પણ સમાવેશ થયો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ શિવાલિક ગ્રૂપના ડાયરેક્ટર ચિત્રક શાહ, તરલ શાહ, શિલ્પ ગ્રૂપના ફાઉન્ડર યશ બ્રહ્મભટ્ટ, બ્રોકર દીપક નિમ્બાર્કના શારદા ગ્રૂપ, બ્રોકર કેતન શાહ પર આવકવેરા વિભાગ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ગ્રુપનો ઉપર દરોડા પાડવામાં આવતાં આવકવેરા વિભાગ નું સૌથી મોટું મેગા ઓપરેશન હોવાનું પણ ખૂલ્યું છે.
બે મોટા ગ્રુપ ઉપર દરોડા પાડતાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે સોપો પડી ગયો છે ત્યારે આ દરોડામાં રાજકોટ સહિતના અનેક આવકવેરા વિભાગના અધિકારીઓ જોડાયા છે ત્યારે હજુ પણ આગામી સમયમાં આ પ્રકારના દરોડા પ્રચલિત ગ્રુપ ઉપર પડશે તેવી શક્યતા સેવાઇ રહી છે.