સામખ્યાળી, ગાંધીધામ ખાતે વહેલી સવારથી દરોડા, તમામ ડિજિટલ ડેટા જપ્ત કરાયા
યુ.પીની ટીમની આગેવાનીમાં ઓપરેશન હાથ ધરાયુ, રાજકોટ અને જામનગરની ટીમ પણ જોડાઈ
યુ.પીના ગોરખપુર સ્થિત કંપનીનું યુનિટ સામખ્યાળીમાં હોવાથી ટીમ ત્રાટકી, ચાર મહિનામાં બીજું સર્ચ
આવકવેરા વિભાગ દ્વારા સામખયારી અને ગાંધીધામ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાત માહિતી મુજબ ગેલન્ટ ગ્રુપ કે જે સ્ટીલ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપની છે તેના ઉપર વહેલી સવારથી જ આઈટીની ટીમ ત્રાટકી છે . આ સર્ચ ઓપરેશનમાં રાજકોટ સહિત જામનગરના પણ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે . સૌથી મોટી વાત તો એ છે કે આ ઓપરેશન યુપી આવકવેરા વિભાગની ટીમ દ્વારા લીડ કરવામાં આવ્યું છે. ત્યારે એ શક્યતા પણ છે કે ખૂબ મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ અને બેનામી વ્યવહારો સામે આવશે.
યુપી કનેક્શન હોવાના કારણે આ સર્ચ ચોપરેશનમાં રાજકોટની ટીમ સહભાગી બની છે એટલું જ નહીં કચ્છમાં ત્રણ અલગ અલગ સ્થળો ઉપર આ સર્ચ ચોપરેશન હાથ અધરવામાં આવ્યું છે. કંપનીના ડાયરેક્ટર અને પાર્ટનરોના નિવાસ્થાને પણ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે અને તમામ જરૂરી પુરાવાઓને જપ કરવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગ દ્વારા મુખ્યત્વે સરચ ઓપરેશન વર્ષના કોઈપણ સમયે કરવામાં આવતું હોય છે પરંતુ મુખ્યત્વે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સર ચોપરેશનનું પ્રમાણ વધી જતું હોય છે જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે આવકવેરા વિભાગને નિર્ધારિત ટાર્ગેટ આપવામાં આવેલો હોય તેની પૂર્તિ કરવામાં આવે જેના ભાગરૂપે સર્ચ ઓપરેશન હાથ ધરી બાકી રહેલા કરની પૂર્તિ કરવામાં આવતી હોય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગેલેન્ટ ગ્રુપ ૧૯૮૪માં ગોરખપુર ખાતે શરૂ થઈ હતી અને તેનું એક યુનિટ સામખીયાળી ખાતે પણ હોવાના કારણે યુપીની ટીમ દ્વારા આ ઓપરેશન લીડ કરવામાં આવ્યું છે એટલું જ નહીં ચોકાવનારી વાત એ છે કે ગત ચાર મહિનામાં આ બીજી વખત ગેલેન્ટ કંપની ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને આ સર્ચ ઓપરેશનમાં એસએસમેન્ટ વિભાગના અધિકારીઓ પણ જોડાયા છે. અન્ય સ્ટીલ કંપનીઓમાં પણ ફફડાટ મચી ગયો છે અને એ વાતની પણ શક્યતા સિવાય રહી છે કે હજુ પણ સ્ટીલ કંપનીઓ ઉપર વધુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે.
તહેવારો અને રજાના દિવસોમાં કંપનીઓનું વોલ્યુમ વધતા સર્ચ ઓપરેશન હાથ ધરાઈ છે.
તહેવારો અને રજાના દિવસોમાં મુખ્યત્વે ખૂબ મોટી કંપનીઓ અને વિવિધ પેઢીઓ ઉપર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી સરચ ઓપરેશન હાથ ધરે છે કારણ કે આ સમયગાળા દરમિયાન તેમનું વોલ્યુમ વધી જતું હોય છે અને આ એ જ સમય હોય કે જ્યાં તેઓ કરચોરી કરવા માટે પ્રેરિત થતા હોય છે કારણ કે કેશ વ્યવહારોનું પ્રમાણ પણ વધી જતું હોય છે. પરિણામે કર ચોરી અટકાવવા આ સમયગાળા દરમિયાન આવકવેરા વિભાગ સરચ ઓપરેશન હાથ ધરી કરચોરી પકડે છે. આશામાં જીએસટી વિભાગ દ્વારા પણ ઇનપુટ મળતા આઇટી સતર્ક બની પોતાનો સર્વે હાથ ધર્યા બાદ સર્ચ ચોપરેશન કરે છે.
સરકારે કરચોરી રોકવા મોડેસ ઓપરેન્ડી બદલાવી
મુખ્યત્વે આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન વર્ષના કોઈપણ મહિનામાં કરવામાં આવતું હોય છે પરંતુ હાલ સરકાર કરચોરીને અટકાવવા માટે તેની મોડેસ ઓપરેન્ડી માં ફેરફાર કર્યો છે જે પણ કરચોરો પોતાના ઓડિટ રિપોર્ટમાં ફેરબદલ કરવા અથવા તો એડવાન્સ ટેક્સ માં છેડછાડ કરતા હોય તે તમામ કંપનીઓ ઉપર આ સમયગાળા દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે જેથી તેમના બેનામી વ્યવહારો પણ સામે સરળતાથી આવી શકે અને કોઈ પણ પ્રકારે તે કરચોરી ન કરે.