400 કરોડ રૂપિયા બિનહિસાબી વ્યવહારો સામે આવ્યા : 18 કરોડની રોકડ ઝડપાઇ, જ્યારે 8 કરોડથી વધુની જવેરાત પકડવામાં આવી જેમાંથી 2 કરોડની જવેરાત જપ્ત કરાઈ
આવકવેરા વિભાગની રાજકોટ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કચ્છના ખાવડા ગ્રૂપ કે જે બ્રોકર, રીયલ એસ્ટેટ, મિઠાઈ- ફરસાણ અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગની ટીમમાં 200 થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા. અને તેમના દ્વારા ગાંધીધામ, ભુજ, અંજાર અને માંડવીમાં 32 સ્થળો પર પાડવામાં આવેલા દરોડોમાં 52 લોકરોને સીલ કરવામાં આવી છે. એટલુંજ નહીં કુલ 18 કરોડ રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. બીજી તરફ 8 કરોડથી વધુને જવેરાત પણ આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે જેમાંથી 2 કરોડથી વધુની જવેલરી સિઝ કરાઈ છે. આમ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ આશરે 400 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો સામે આવ્યા છે . એટલુંજ નહીં આવકવેરાની ટીમ દવારા તમામ પુરાવા ધરાવતા વાંધાજનક દસ્તાવેજોને પણ જપ્ત કરાયા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખાવડા ગ્રુપના અનંત તન્ના અને રીતેશ તન્નાની સાથે રોકડ સહિત બિનહિસાબી વ્યવહારોમાં જે. ડી. બલસારા અને હરીશ સોટાની સંડોવણી પણ ખુલી છે અને તેમના પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ખાવડા ગ્રુપ પરના આઇટી વિભાગના મેગા સર્ચ ઓપરેશન હાલ પૂર્ણ થઈ ગયું હોવાનું આવકવેરા વિભગના અધિકારીઓએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ખાવડા ગ્રુપ અને તેની સાથે સંકળાયેલ વ્યક્તિઓના 32 સ્થળ પૈકી કેટલીક જગ્યા પર દરોડાની કાર્યવાહી પૂરી કરવામાં આવી છે અને જવાબદાર વ્યક્તિઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા.
આવકવેરા વિભાગ દ્વારા જુદી જુદી બેંકોમાં 20 લોકર ઓપરેટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. મોટાપાયે રોકડ રકમ, ડાયમંડ, સોના- ચાંદીના સિક્કા, લગડીઓ સહિત જ્વેલરી મળી આવે તેવી શક્યતા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે મોટાપાયે રોકડની હેરફેર થવાની મળેલી બાતમીને ધ્યાનમાં લઈને રાજકોટ આઈ.ટી. વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળે છે.
સતત બીજા દિવસે પણ સંજીવની લેબ પર સર્ચ ઓપરેશન ચાલુ
આવકવેરા વિભાગે લેબોરેટરી ઉપર સર્ચ ચોપરેશન હાથ ધર્યું છે ત્યારે તપાસના બીજા દિવસે અનેક બેનામી વ્યવહારો પણ સામે આવશે તેવું સૂત્રોએ સ્પષ્ટ જણાવ્યું હતું. એટલુંજ નહીં લેબોરેટરી ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાતા તબીબી આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ મુંબઇની આઇટીની ટીમ દ્વારા સમગ્ર ભારતભરમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સર્ચના પ્રથમ દિવસે અધિકારીઓએ તમામ શકમંદ ડેટાઓને એકત્રિત કરી પોતાની કસ્ટડીમાં લીધેલા છે જેમાં ડિજિટલ ડેટાની સાથો સાથ હાર્ડ ડિસ્કનો પણ સમાવેશ થયો છે. અરે મેટ્રો પોલીસ
લેબોરેટરી ઉપર પાડવામાં આવેલા આદરોડા હજુ કેટલા દિવસ સુધી ચાલે તેનો કોઈ અંદાજ નથી પરંતુ ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વિયોબ હારો સામે આવવાની શક્યતા સેવાઈ રહી છે.
સ્વિસ બેંકમાં ખાતા ધરાવતા ગુજરાતના 100 લોકોને આવકવેરા વિભાગની નોટિસ
આવકવેરા વિભાગની સાથોસાથ દરેક સેન્ટ્રલ એજન્સી હાલ કરચોરો ઉપર આકરી તવાઈ બોલાવામાં રહી છે ત્યારે સ્વીઝ ખાતા ધરાવતા ખાતેદારો ઉપર પણ આવકવેરા વિભાગની ટીમે કાર્યવાહી શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના 100 થી વધુ લોકો કે જે સ્વિઝ બેંકમાં પોતાનું ખાતું ધરાવે છે તેઓને નોટિસો પણ પાઠવી છે. જે અંગેની જાણ થતા ની સાથે જ દરેક ઉદ્યોગકારો કે જેઓ સ્વીઝ બેંકમાં પોતાનું ખાતું ધરાવતા હોય તેમનામાં ફફડાટ મચી જવા પામ્યો છે.