- બોગસ ડોનેશન, મની લોન્ડરિંગ સહિતની ગતિવિધિઓ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી હોવાનું સામે આવ્યું
- અનઅધિકૃત રાજકીય પક્ષો ચૂંટણી પંચને ઓડિટ રિપોર્ટ તથા અન્ય રિપોર્ટ આપવામાં નિષ્ફળ નિવડ્યા હતા
- ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી બાદ, આઇટી હરકતમાં આવ્યું
સમગ્ર ભારતભરમાં ગઈકાલથી સૌથી મોટું આવકવેરા વિભાગનું સર્ચ અને સર્વે ઓપરેશન હાથ ધરાયું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં બેનામીવ્યવહારોની સાથે મોટી કરચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે . આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરાયેલા સરચ ઓપરેશન અંગે સૂત્રો દ્વારા જે માહિતી મળી તે મુજબ ચૂંટણીપંચની ફરિયાદ બાદ આવકવેરા વિભાગે 100થી વધુ નાના અને નોંધાયેલા ગેરમાન્ય રાજકીય પક્ષો વિરુદ્ધ સર્ચ ઓપરેશનની કાર્યવાહી શરૂ કરી છે. આ તમામ પક્ષો શંકાસ્પદ લેતીદેતી સાથે ટેક્સ માંથી મુક્તિ મેળવતા હતા, પરંતુ જે રીતે ચૂંટણી પંચને ખર્ચની વિગતો આપવામાં આવી જોઈએ તે અપાતી નહતી. આવકવેરા વિભાગ દ્વારા પૂરતી માહિતી મળ્યા બાદ દેશના 7 રાજ્યોમાં તવાઈ બોલાવામાં આવી હતી. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને હરિયાણાનો પણ સમાવેશ થાય છે.
જેમાં આવકવેરા વિભાગની વિવિધ ટીમોએ 150થી વધુ સ્થળે 79 રાજકીય પક્ષોના વિવિધ ઠેકાણે દરોડા પડાયા હતા. આ પક્ષોએ વર્ષ 2018 થી વર્ષ 2020માં આશરે 1000 કરોડ રૂપિયાની ટેક્સ છૂટનો લાભ લઇ કર ચોરી આચરી હતી.
આવકવેરા વિભાગ દ્વારા જે રાજકીય પક્ષો પર તવાઈ બોલાવી હતી તે પક્ષોએ ચૂંટણી પંચે ખર્ચની વિગત નિર્ધારિત સમય કરતાં ત્રણ મહિના મોડી જમા કરાવી હતી. જે અંગે ફરિયાદ પણ કરવામાં આવી હતી. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં 623 નોંધાયેલા ગેરમાન્યતા પ્રાપ્ત પક્ષ હતા, જેમણે ચૂંટણી તો લડી, પરંતુ આવક કે ખર્ચની વિગતો આપી ન હતી. આ અંગે પંચે આવકવેરા વિભાગને ફરિયાદ કરી હતી. દેશમાં નોંધાયેલા 623 ગેરમાન્ય પક્ષોએ 1000 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી છે, જ્યારે 1700થી વધુ પક્ષો એવા છે જેઓ ચૂંટણી પણ નથી લડી છત્તા ટેક્સમાં છૂટ લીધી હતી.
અધિકૃત રાજકીય પક્ષો દ્વારા બોગસ ડોનેશનની સાથો સાથ મની લોનરીંગ ની પણ પ્રવૃત્તિઓ કરતા હોવાનું સામે આવ્યું છે ત્યારે એક બે નહીં પરંતુ આ પ્રકારની અનેક રાજકીય પાર્ટીઓ ઉપર આવકવેરા વિભાગ દ્વારા ઘોષ બોલાવવામાં આવી છે. અધિકૃત રાજકીય પક્ષો અથવા તો બિનઅધિકૃત રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને રિપોર્ટ અને ઓડિટ રિપોર્ટ આપવો અનિવાર્ય હોય છે પરંતુ તેઓ આ કાર્ય કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા અને અનેકવિધ રીતે ગેહરીતી આચરતા હોવાનું પણ સામે આવ્યું હતું જેને ધ્યાને લઈ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરાઇ હતી. ચૂંટણી પંચના કમિશનર તરીકે રાજીવકુમારે જ્યારથી જવાબદારી સંભાળી તે સમયથી જ અન અધિકૃત રાજકીય પક્ષો ઉપર આખરી કાર્યવાહી કરવા માટેનો તખતો તૈયાર કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં સૌથી વધુ અનઅધિકૃત રાજકીય પક્ષો
આવકવેરા વિભાગ દ્વારા સમગ્ર દેશમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આ વખતે આવકવેરા વિભાગનો મુખ્ય ટાર્ગેટ અનઅધિકૃત રાજકીય પક્ષો છે કે જેવો બોગસ ડોનેશન ના ઓઠા હેઠળ મનીલોનરીંગ સહિતની ઘેર પ્રવૃત્તિઓ આશરી રહ્યા છે ત્યારે તેમને યોગ્ય તબક શીખવવા માટે સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આ ઓપરેશનમાં અનેકવિધ વિગતો બહાર આવે તેવી પૂર્ણ શક્યતાઓ છે. સાચો પ્રેશરમાં મુંબઈ ગુજરાત ના કુલ 250 જેટલા આવકવેરા વિભાગના અધિકારીઓ આ રેડમાં જોડાયા હતા. એટલું જ નહીં તમામ અધિકૃત રાજકીય પક્ષો દ્વારા જે પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટ રાખવામાં આવ્યા હોય તેમના ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી હતી.
રાજ્યમાં બોગસ ડોનેશન કરતા 4 હજારથી વધુ કરદાતાઓને નોટિસ ફટકારાઈ હતી
જુલાઈ માસમાં આવકવેરા વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ ડોનેશન રાજકીય પક્ષોને કરતા 4000 થી વધુ કરદાતાઓને નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ તે નોટિસનો યોગ્ય જવાબ આપવામાં ન આવતા આવકવેરા વિભાગ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. 2000 કરોડ રૂપિયાના બોગસ નાણાકીય વ્યવહારો સામે 30 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. મોડેસ ઓપરેન્ડી મુજબ રાજકીય પક્ષોમાં ડોનેશન કરી 80 જીજીની હેઠળ કર માંથી મુક્તિ મેડવતા હતા કરદાતાઓ. તેઓને કુલ રકમના 80 થી 90 ટકા મળતા હતા, જ્યારે રાજકીય પક્ષોને 10 થી 20 ટકા મળતા હતા. આ ગેરરીતિને ધ્યાને લઇ આવકવેરા ભાગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.