લોકોમાં આવકવેરા વિભાગ પ્રત્યે ડર ન રહે તે માટે સરકાર દ્વારા લેવામાં આવેલા ફેસ લેશ પ્રણાલી અત્યંત મહત્વપૂર્ણ
કરદાતાઓમાં જાગૃતતા કેળવા ડિપાર્ટમેન્ટ અનેક કાર્યક્રમોનું કરી રહ્યું છે આયોજન
‘અબતક’ સંસ્થાના મેનેજિંગ એડિટર સતીષકુમાર મહેતા સાથે રાજકોટના ચીફ કમિશનર ઓફ ઇનકમટેક્સ રવીન્દ્રકુમાર પટેલની નિખાલસ વાતચીત
વૈશ્વિક મહામારી બાદ જે રીતે ધંધા રોજગારની સ્થિથી કથળેલી બની છે તેના થી દેશની અર્થવ્યવસ્થા ને પણ અસર પહોચી છે. બીજી તરફ નાણાં મંત્રાલયના સીબીડીટી દ્વારા આવકવેરા વિભાગને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેનાથી વિભાગ પણ ચિંતાતુર બન્યું છે. જ્યારે બીજી તરફ લોકોનો આવકવેરા વિભાગ તરફ નો જે ડર છે તેનો જોવા મળે તેમાટે સરકાર દ્વારા ફેસલેસ વ્યહવાહર ગોઠવામાં આવ્યો છે. સાથો સાથ કરદાતાઓ ને રિફંડ યોગ્ય સમયે મળી રહે તેમાટે પણ ડીપાર્ટમેન્ટ હર હમેશ ચિંતાતુર રહેતું હોય છે.
આ તકે રાજકોટ ના ચીફ કમિશનર ઓફ ઇનકમટેક્સ રવીન્દ્રકુમાર પટેલ દ્વારા અબતકના મેનેજીંગ એડિટર સતીશકુમાર મહેતા સાથે ઘણી વાતચીત કરી હતી અને અવકવેરા વિભાગ ની કામગીરી અને મૂંઝવતા પ્રસનો અંગે પણ વાતચીત કરી હતી. હાલ લોકો એટલે કે કરદાતાઓ ને આવકવેરા વિભાગ થી ડર ના ઉદ્ભવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આ સમયગાળા દરમિયાન હાલ કોઈ કરદાતાઓ ને કોઈ પણ પ્રકારની નોટિસ પાઠવામા નહીં આવે જેથી તેવોને કોઈ પણ પ્રકાર ની તકલીફ કે મેન્ટલ હેરેસમેન્ટ ના થાઈ. વધુમાં એ વાત ની પણ સ્પષ્ટતા થઈ છે કે ટેક્નોલોજી અને ગુડ ગવર્નન્સની મદદ થી આવકવેરા વિભાગને ઘણો ફાયદો પહોંચશે. બીજી તરફ લોકો માટે જાગૃત કેળવાઈ તે અંગેના કાર્યક્રમો પણ વિભાગ દ્વારા ગોઠવામાં આવે છે.
વધુમાં હાલ જે રીતે વૈશ્વિક મહામારી જોવા મળી રહી છે તેનાથી સરકાર દ્વારા જે યોજનાઓ જેવી કે વિવાદ સે વિશ્વાસ યોજના. આ યોજનાનો લાભ મહત્તમ કરદાતા લઈ શકે તેમાટે જાગૃતા લક્ષી કાર્યક્રમ ડીપાર્ટમેન્ટ વિચારી રહ્યું છે. પરંતું આ સમયગાળા દરમિયાન શક્ય બની શકતું નથી. રાજકોટના ચીફ કમિશનર ઓફ ઇનકમટેક્સ રવીન્દ્રકુમાર પટેલ દ્વારા ‘અબતક’ની કામગીરી અને તેનું હકારાત્મક વલણને પણ બિરદાવ્યું હતું.
વધુમાં આવકવેરા વિભાગના સંપર્ક સુત્રો દ્વારા માહિતી મળી છે કે, ગત વર્ષની સરખામણીમાં કરદાતાને સૌથી વધુ રિફંડ આપવામાં આવ્યા છે. ત્યારે ગત વર્ષમાં ૧૧૩ કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું હતું જે ચાલુ વર્ષે ૩૭૧ કરોડ રૂપિયાનું રિફંડ રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. જેની સામે માત્ર ૪૫ કરોડ રૂપિયાનો ટેકસજ એકત્રીત થયો છે. આ આંકડાને જોઈ હાલ રાજકોટ આવકવેરા વિભાગ પર કુલ ૩૨૬ કરોડની ખાદ્ય ઉભી થઈ હોવાનું પણ સામે આવ્યું છે. આ તકે પ્રશ્ર્ન એ ઉદ્ભવિત થાય છે કે, આ ખાદ્યને કેવી રીતે પૂરી શકાય. કારણ કે હાલની પરિસ્થિતિમાં સરકાર જે રીતે લોકડાઉનની સ્થિતિ ઉદ્ભવીત થઈ છે તેનાથી તમામ ધંધા-રોજગાર બંધ હાલતમાં જોવા મળે છે. અથવા તો નિષ્ક્રીય થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ એટલે કે આવકવેરા વિભાગને તાકીદ કરતા જણાવ્યું છે કે, જે કોઈ કરદાતાઓને રિફંડ આપવાની બાકી હોય તો તેઓને વહેલાસર રિફંડ આપવામાં આવે જેથી તે રૂપિયા તેઓના ધંધા-રોજગારમાં ઉપયોગમાં લઈ શકે.
અંતમાં તેમના જણાવ્યા મુજબ હાલ કોઈપણ કરદાતાને નોટિસ આપી શકાતી નથી. પરંતુ કેન્દ્રની ગાઈડ લાઈન મળતાની સાથે જ બાકી રહેતા ટેકસની રકમની ભરપાઈ કરવામાં આવે તેવી યોજના પણ હાલ આવકવેરા વિભાગ દ્વારા બનાવવામાં આવી છે જે દેશના અર્થતંત્રમાં સીધી જ રીતે અસરકર્તા સાબીત થશે.