રાજકોટ જવેલર્સનું કનેકશન કલકત્તામાં પણ ખુલ્યું, ખુબજ મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો સામે આવશે
100 થી વધુ આવકવેરા વિભાગના અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા
રીયલ એસ્ટેટ પણ આવકવેરાની જપટે ચડ્યું : વર્ધમાન ગ્રુપના મિલન મહેતા, કેતન પટેલ તથા વિમલ પાદરિયાને ત્યાં સર્ચ ઓપરેશન
રાજકોટ અને જૂનાગઢમાં આજે વહેલી સવારથી જ સોના-ચાંદીના વેપારીઓને ત્યાં ઇન્કમટેક્સે દોરડા પાડ્યા છે. રાજકોટના પ્રચલિત જવેલર્સ ત્યાં વહેલી સવારથી જ ઇન્કમટેક્સના દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ જેવલર્સમાં ફાફડાટ મચી જવા પામ્યો છે. આ ઉપરાંત 20 જેટલાં સ્થળોએ ઇન્કમટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મહત્ત્વનું છે કે, રાજકોટમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સે દોરડા પડયા છે. જ્વેલરોની સાથોસાથ રીયલ એસ્ટેટ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વર્ધમાન ગ્રૂપ ઉપર વહેલી સવારથીજ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વર્ધમાન ગ્રુપના કેતનભાઇ પટેલ, મિલનભાઈ મહેતા તથા જમીન લે-વેચ કરનાર વિમલભાઈ પાદરીયાને પ્યાર વહેલી સવારથી જ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે.
આજે વહેલી સવારથી જ અલગ-અલગ ગ્રુપ દ્વારા રાજકોટમાં જ્વેલર્સના પેલેસ રોડ, સોની બજારમાં આવેલા શોરૂમ અને અક્ષર માર્ગ , તથા કાલાવડ રોડ પર આવેલા શોરૂમ પર તેમજ જ્વેલર્સના માલિકોના નિવાસસ્થાન ઉપર તવાઈ બોલાવામાં આવી છે. એટલુંજ નહીં રાજકોટના જ્વેલર્સનું કલકત્તા કનેકશન પણ ખુલ્યું હતું અને કલકત્તા ખાતે આવેલા શોરૂમમાં પણ ઇન્કમટેક્સના દરોડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરની અલગ અલગ 20 જેટલી જગ્યા ઇન્કમટેક્સ દ્વારા હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવા આવ્યું છે. આ સાથે જ જૂનાગઢના પણ વિખ્યાત જવેલર્સ ત્યાં દરોડા પાડ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના અલગ અલગ 20 કરતા વધારે સ્થળો ઉપર આ સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરાઇ રહી છે. હાલ આ સર્ચ ઓપરેશનની કામગીરી શરૂ છે. જે લાંબો સમય સુધી ચાલે તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે. આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી ન હતી. હાલ આ સર્ચ ઓપરેશનની કામગીરી શરૂ છે. જે લાંબો સમય સુધી ચાલે તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે. આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી ન હતી.
જવેલર્સ ગ્રૂપમાં ફફડાટ
જ્વેલર્સને ત્યાં દરોડા પાડવાની કામગીરી કરવામાં આવતા સોની વેપારીઓમાં પણ ભયનો માહોલ છવાયો છે. ત્યારે 20 જેટલા સ્થળો પર હાલ સર્ચ ઓપરેશન શરૂ છે એવામાં મોડી સાંજ સુધીમાં આ સ્થળોએથી બેનામી વ્યવહાર પણ મળી આવે એવી પૂરેપૂરી શક્યતાઓ માનવામાં આવી રહી છે.
રાજકોટ સહિત દેશમાં 15થી વધુ સ્થળો પર કાર્યવાહી
રાજકોટ સહિત આવકવેરા વિભાગે દેશભરમાં 15થી વધુ સ્થળોએ તપાસ હાથ હાથ ધરી છે. આવકવેરા વિભાગ દ્વારા જ્વેલર્સના શોરુમ સહિત રહેણાક મકાનોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. રાજકોટનું સોની બજાર એશિયાનું સૌથી મોટુ સોની બજાર છે. ત્યારે આઇટીની રેડ થતા તમામ જ્વેલર્સના ત્યાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન રાત સુધી ચાલે તેવી શક્યતા છે.
રાજકોટ ટીમની આગેવાની હેઠળ અમદાવાદ, વડોદરા સહિતના વિવિધ શહેરોના અન્વેષણ વિભગના અધિકારીઓ સર્ચમાં જોડાયા
આવકવેરા વિભાગ દ્વારા જે સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તે માત્ર રાજકોટ જૂનાગઢમાં જ નહીં પરંતુ દેશભરમાં 15 થી વધુ સ્થળો ઉપર ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં રાજકોટ અને જૂનાગઢ ખાતે જે ઓપરેશન હાથ ધરાયું તેમાં રાજકોટની ટીમ ની આગેવાની હેઠળ અમદાવાદ વડોદરા, સુરત સહિતના અન્વેષણ વિભાગના અધિકારીઓ આ સ્થળ ઓપરેશનમાં જોડાયા છે અને વિવિધ ટુકડીઓ કરી 20 થી વધુ સ્થળો ઉપર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
તમામ ડિજિટલ ડેટા તથા હાર્ડ ડિસ્ક આવકવેરા વિભાગ દ્વારા વ્યક્ત કરાય લોકરો પણ કરાયા સીઝ
રાજકોટ સહિત દેશભરમાં જે 15 થી વધુ સ્થળો ઉપર સર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેમાં તમામ જ્વેલર્સ ના ડિજિટલ ડેટા તથા તેને સંલગ્ન હાર્ડ ડિસ્ક આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી છે અને સાથોસાથ બેંકના લોકરો