પીછે પડ ગયા ઇન્કમટેકસમ્ ૩ હજાર કરોડ રૂપિયાનું કાળુ નાણુ ઝડપાયું
દેશના કરચોરો સામે આકરી તવાળમાં કેન્દ્ર સરકારના આદેશોને પગલે એન.સી.આર. સ્થિત રિયલ એસ્ટેટ જુથ પર ઇન્કમટેકસ વિભાગે પાડેલા દરોડા અને તપાસ દરમિયાન ૩ હજાર કરોડ રૂપિયાનું કાળુ નાણુ મળી આવ્યું હોવાનું સીવીલીટીએ પોતાના નિવેદનમાં સત્તાવાર રીતે જાહેર કર્યુ હતું.
૩૦૦૦ કરોડ રૂપિયાનું અધધધ કાળુ ધન કઇ પેઢી પાસે મળી આવ્યું છે તેની સત્તાવાર ઓળખ આપી નથી પરંતુ આ રેડ ઓરિએન્ટલ ઇન્ડીયા ગ્રુપ પર થઇ હોવાનું અનુમાન લગાવવામાં આવે છે.આયકર વિભાગ દ્વારા અઠવાડીયે શરુ કરવામાં આવેલી કામગીરી એક જુથના રપ જેટલા ઠેકાણા ઉપર દરોડા પાડી ખાણ ખનીજ બાંધકામ અને ઇન્ફાસ્ટ્રકચર ક્ષેત્રે કામ કરતાં સંસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાઓમાં ઓછામાં ઓછા અઢીસો કરોડ રૂાનું રોકણ નાણુ પણ મળી આવ્યું હતું જે જપ્ત કરી લેવામાં આવ્યું હતું.
આ જુથે મિલ્કતોના વિનિયમ અને ખરીદ વેચાણમાં પણ કોઇપણ જાતનું ટેકસ ન ભર્યુ હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત ૩.૭૫ કરોડ રૂા ની બીન હિસાબી સંપતિ પણ જપ્ત કરવામાં આવી છે જે જુથ ઉપર દોરડાઓ પાડવામાં આવ્યા છે. તેની પાસે ૩૦૦૦ કરોડ રૂપિયાનું સ્કિલોઝર મળી આવ્યું છે અને આ પેઢી તમામનો કર ભરવા તૈયાર થઇ હોવાનું એક યાદીમાં જણાવાયું છે.
સીબીડીટી આવકવેરા વિભાગ માટે નીતી નિયમો ઘડે છે આ દરોડાઓમાં ૩૦૦૦ કરોડ રૂા નું કાળુ નાંણુ મળી આવ્યા બાદ પેઢીના ૩ર જેટલા બેંક ખાતા પણ સીલ કરી દેવામાં આવ્યા છે.