ઓપો નહીં વનપ્લસ અને જીઓમીના ડિલરો ઉપર પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું
ટેલિકોમ ક્ષેત્રે ઉપર હાલ આવકવેરા વિભાગ ત્રાટક્યું છે તેમાં ઓપોના ડિલરો બાદ આવકવેરા વિભાગની ટીમ અન્ય ચાઈનીઝ મોબાઈલ ઉત્પાદક કરતી કંપનીઓ ઉપર તવાઈ બોલાવી રહી છે. આવકવેરા વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું તેમાં ઝીઓમી અને વન પ્લસ કંપની નો પણ સમાવેશ થયો છે અને એ વાતની પણ આશા અને શક્યતા વ્યક્ત થઈ રહી છે કે આગામી સમયમાં અનેક બેનામી વ્યવહારો સામે આવી શકે છે.
આવકવેરા વિભાગના સૂત્રો દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે ચાઈનીઝ મોબાઈલ ઉત્પાદક કંપનીઓ કર ચોરી કરવામાં અવ્વલ નંબરે છે ત્યારે આવનારા સમયમાં જો આ પ્રકારને કાર્યવાહી યથાવત રહેશે તો આવકવેરા વિભાગ લાલ આંખ પણ કરી શકે છે.
આવકવેરા વિભાગ દ્વારા જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.તેમાં કંપનીઓના બે ડઝનથી વધારે સંકુલ સામેલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, ગ્રેટર નોઇડા, કોલકાતા, ગુવાહાટી, ઇન્દોર, ચેન્નાઈ, હૈદરાબાદ અને કેટલાક બીજા સ્થળોએ દરોડા જારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ રેડમાં કેટલીક ફિનટેક કંપનીઓ પણ સામેલ છે. આ કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીનો પણ આ તપાસ અભિયાનમાં સમાવેશ કરાયો છે.
હાલમાં આવકવેરા અધિકારી તેમની પૂછપરછ કરી રહ્યા છે. આ કંપનીઓના કેટલાક ડીલરો અને ડિસ્ટ્રિબ્યુટર ભાગીદારોને ત્યાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ચીનની મોબાઇલ કંપનીઓ દ્વારા મોટાપાયા પર કરચોરી કરવામાં આવી રહી હોવાના ઇનપુટ મળ્યા પછી દરોડો પાડવામાં આવ્યો હતો.
આવકવેરા વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે તેમાં એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આ કંપની સાથે સંકળાયેલા કોચ ગજાના અધિકારીઓ ચાર્ટડ એકાઉન્ટન્ટ ને પણ બક્ષવામાં આવ્યા નથી અને તેઓને ત્યાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આશા અને શક્યતા એ વાતની પણ વ્યક્ત થઈ રહી છે કે આગામી સમયમાં હજુ પણ આ પ્રકારના વિવિધ બેનરો અને ડિસ્ટ્રીબ્યુટર ઉપર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે