‘ઓપરેશન જવેલર્સ’

તપાસનો ઘમઘમાટ કર્મચારીઓના ઘર સુધી પોહચ્યો : મોટી માત્રામાં બેનામી સંપત્તિ અને વ્યવહારો બહાર આવવાની શક્યતા

સર્ચ ઓપરેશન દરમિયાન ગોલ્ડ વેલ્યુઅરને બોલાવી વેલ્યુએશનની કામગીરી શરૂ કરાઇ

રાજકોટમાં આજે ત્રીજા દિવસે પણ આઈટીના દરોડા યથાવત રહ્યા છે. જુનાગઢના જ્વેલર્સને ત્યાં જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં એક ચોક આવનારી વાત સામે આવી છે કે ત્યાં હજુ એક વધુ સ્થળ ઉપર સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરાય છે. ખૂબ મોટી સંખ્યામાં બે નામી હિસાબો અને બેનામી વ્યવહારો સામે આવવાની શક્યતા છે. એટલું જ નહીં આસર ચોપરેશન ની તપાસ માત્ર જ્વેલર્સ અથવા તો તેમના ભાગીદારો પૂરતી જ નહીં પરંતુ તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓના ઘર સુધી પહોંચી છે. આવકવેરા વિભાગના સંપર્ક સૂત્રએ જણાવ્યું હતું કે, આ સર્ચ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે કારણ કે જે ખ્યાતના જ્વેલર્સ ઉપર તવાઈ બોલાવવામાં આવી છે તેઓએ ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો કરેલા છે અને તેની કડી ધીમે ધીમે સામે આવે છે જેથી આ તપાસનો ધમધમાટ હજુ પણ ત્રણથી ચાર દિવસ સુધી ચાલે તેમ છે.

30 થી વધુ સ્થળો પર આ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આજે સતત ત્રીજા દિવસે પણ તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો હતો. રાજકોટના જ્વેલર્સને ત્યાંથી ખુબજ મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હોવાની વિગતો જાહેર થઈ છે પરંતુ આવકવેરા વિભાગ દ્વારા હજુ સુધી આની કોઈ કરાય અથવા તો પુષ્ટિ કરવામાં આવી નથી. . બીજી બાજુ અમુક જવેલર્સના વિશ્વાસુ કર્મચારીઓને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં બિનહિસાબી વ્યવહારોનું સાહિત્ય કર્મચારીઓ પાસે સંતાડવામાં આવતું હોવાની બાતમીને લઈ અને આ દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ હતી તારે દરેક જ્વેલર્સ ના લોકરોને સીલ કરી દેવામાં આવ્યા છે.તપાસમાં હજુ પણ મોટી રકમના શંકાસ્પદ વ્યવહારો મળવાની શક્યતા સેવાઇ રહી છે. એટલું જ નહીં સરચ ઓપરેશનના ત્રીજા દિવસે ગોલ્ડ વેલ્યૂઅરને પણ બોલાવવામાં આવ્યા છે જે ખરા અર્થમાં સોનાની વેલ્યુએશન કાઢીને આવકવેરા વિભાગને ત્યાં અંગેનો રિપોર્ટ શુંપરત કરશે.

સ્ટોકનું વેલ્યુએશન બાદ જ સાચું ચિત્ર સામે આવશે

રાજકોટ જુનાગઢ સહિતના જ્વેલર્સ ઉપર જે સર્ચ ઓપરેશન આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે તેમાં અનેક નવા ખુલાસાઓ થવાની શક્યતા છે.  હાલ આવકવેરા વિભાગ દ્વારા પહેલા તો સ્ટોકનું વેરિફિકેશન કરવામાં આવશે અને સાથોસાથ જે ફિઝિકલ સ્ટોક છે અને બુક્સ ઓફ અકાઉન્ટમાં જે નોંધાયેલો સ્ટોક છે તેને પહેલા મેળવવામાં આવશે અને તેમાં જો ક્ષતિ ઉદ્ભવશે તો જ્વેલર્સ માટે માઠા સમાચાર પણ સાબિત થઈ શકે છે. અને તે મુજબનો જ તેઓએ દંડ ભરવાનો થશે તો બીજી તરફ જવેલર્સ દ્વારા જે બેનામી સંપત્તિ માં વ્યવહાર કર્યા હશે તે પણ તેમના માટે અનેક પડકારો ઉભા કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.