અમદાવાદમાં ફરી ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ સિપરમ અને અવિરત ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત 4 ગ્રુપ પર આઇટી વિભાગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના ટોચના બે બ્રોકર પણ ઇન્કમટેક્સ વિભાગના રડારમાં છે. આ તમામના ઓફિસ અને ઘરોમાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળવાની શક્યતા છે.

બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના ટોચના બે બ્રોકર પણ ઇન્કમટેક્સ વિભાગના સકંજામાં : રાજકોટ વિંગના ટોચ અધિકારીઓ પણ જોડાયા

20 થી વધુ સ્થળો પર વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ : તમામના ઓફિસ અને ઘરોમાં તપાસ હાથ ધરાઇ

અમદાવાદમાં ફરી ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત 4 ગ્રુપ પર આઇટી વિભાગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના ટોચના બે બ્રોકર પણ ઇન્કમટેક્સ વિભાગના રડારમાં છે. ઇન્કમટેક્સનો 150 થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી આવે તેવી શક્યતા છે. આવકવેરા વિભાગને આ તમામ બિલ્ડર્સના ત્યાં બેનામી સંપત્તિ હોવાના ઇનપુટ મળ્યા હતા, જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ તમામના ઓફિસ અને ઘરોમાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળવાની શક્યતા છે.

અમદાવાદમાં સાયન્સ સિટી રોડ સહિત વિવિધ પ્રોજેક્ટ ધરાવતા બિલ્ડરોને ત્યા દરોડા પાડવામાં આવ્યા છે. ત્રિકમ પટેલ, અનિલ પટેલ બિલ્ડર્સના ઠેકાણા સહિત 24 જેટલા સ્થળોએ આવકવેરા વિભાગની ટીમો પહોંચી છે. અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત ૪ ગ્રુપ પર આઇટી વિભાગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અવિરત ગ્રુપના કનુ પટેલ, સંદીપ પટેલ અને બળદેવ પટેલને ત્યાં પણ તપાસ ચાલી રહી છે. હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા વિભાગની તપાસ ચાલુ છે.

આ પૂર્વે અમદાવાદમાં બે કેમિકલ કંપની પર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન કર્યુ હતુ. બ્લીચ કેમ અને ધારા કેમિકલ કંપની પર 5 દિવસ સુધી આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી હતી. આવકવેરા વિભાગની તપાસમાં મળ્યા 200 કરોડ રુપિયાના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા હતા.આવકવેરા વિભાગની તપાસમાં મોટા પ્રમાણમાં રોકડ, સોના-ચાંદીના દાગીના, ડિજિટલ ડેટા મળી આવ્યા હતા. આવકવેરા વિભાગની કાર્યવાહીમાં સીઝ કરાયેલા 20 બેંક લોકરની પણ તેમાં તપાસ કરવામાં આવી હતી.આ કાર્યવાહીમાં કાળા નાણાનું જમીન અને મકાનોમાં રોકાણ કર્યું હોવાની માહિતી સામે આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.