વિદેશી એકાઉન્ટો સહિત 50 અન્ય ખાતાઓની વીગત આવકવેરા વિભાગને સાપડી

આવકવેરા વિભાગ દ્વારા સતત સર્ચ અને સર્વેની કામગીરી સમગ્ર ભારતમાં કરવા આવી રહી છે આ તકે આપેલા વિભાગ દ્વારા મુંબઈ સહિત ત્રણ શહેરોમાં દરોડા પડ્યા છે અને તેમાંથી વિભાગને બે કરોડ રૂપિયા રોકડા અને 50 બેંક ખાતાની વિગતો મળી છે. સર્વેની કામગીરીમાં એ વાતની સ્પષ્ટતા થઇ રહી છે કે આ ચાર શહેરોમાં તેમના નાણાકીય વ્યવહાર માત્ર ભારતની બેંકમાં જ નહીં વિદેશી બેંકમાં અને નાણાકીય સંસ્થાઓમાં થઈ રહ્યા છે. સર્વેની કામગીરી દરમિયાન આવકવેરા વિભાગને અનેકવિધ દસ્તાવેજો, કાગડીયાઓ, ડાયરી ઇમેઇલ તથા ડિજિટલ પુરાવો મળ્યા છે.

સીબીડીટીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે વિભાગ દ્વારા મુંબઈ ખાતે કુલ ૩૭ જગ્યાઓ પર સરવે કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથોસાથ એ વાતની પણ માહિતી મળી છે કે જે ગ્રુપ અને સંસ્થા પર સર્વેની કામગીરી કરવામાં આવી તે માતમ દુબઈની નાણાકીય સંસ્થા સાથે જોડાયેલી છે અને પોતાને ટેક્સમાંથી મુક્તિ મળે તે દિશામાં હાલ તમામ વ્યવહારો કરી રહ્યા છે.

બેનામી વ્યવહારો અને ટેક્સ ચોરી પકડવા માટે આવકવેરા વિભાગ દ્વારા જાણે લાલ આંખ કરવામાં આવી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે ટેકસ હેવન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર મોરેશિયસ અને દુબઈ ખાતે આ તમામ ગ્રુપ અને કંપનીના લોકો દ્વારા નાણાકીય વ્યવહાર કરવામાં આવતા હોવાની વાત સામે આવી રહી છે અને તે અંગેના મહત્તમ પુરાવાઓ પણ આવકવેરા વિભાગ દ્વારા એકત્રિત  કરવામાં આવી રહ્યા છે.

મુંબઈ સહિત ચાર શહેરોમાં આવકવેરા વિભાગ દ્વારા જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી તેમાં વિભાગે રોકડ સહિત જ્વેલરી ને પણ ટાઈપ કરી છે અને કોલ બે કરોડ જેટલો મુદ્દામાલ જે પણ જપ્ત કર્યો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.