મોરબીમાં પેપર મીલ અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા તિર્થક ગૃપ અને સોહમ મીલના સંચાલક જીવરાજભાઇ ફૂલતરિયાની ઓફિસ, ફેક્ટરી અને નિવાસ સ્થાને આઇટી અધિકારીઓના ધામા: કરોડની બેનામી સંપતી મળી આવે તેવી શક્યતા
મહેસાણામાં રાધે ગ્રુપને ત્યાં પણ આઇટી વિભાગનું ચેકિંગ: અમદાવાદના ટ્રેગન અને ધરતી ગૃપ પર ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે સવારથી અમદાવાદ, મહેસાણા અને મોરબીમાં બિલ્ડરો અને તેની સાથે સંકળાયેલ અન્ય ઉદ્યોગપતીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજે બે ડઝનથી વધુ સ્થળોએ આઇટી વિભાગની 100થી વધુ ટીમો ત્રાટકી હતી. મોટી માત્રામાં બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના જણાય રહી છે.
આજે સવારથી આયકર વિભાગ દ્વારા મહેસાણામાં રાધે ગ્રુપને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બિલ્ડીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા અને રોડ કોન્ટ્રાક્ટર એવા મહેન્દ્રભાઇ પટેલને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેઓના ભાગીદારીના અમદાવાદ, મહેસાણા અને મોરબીના અલગ-અલગ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા.
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે વહેલી સવારથી રાજ્યવ્યાપી દરોડા શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પેપરમિલ અને બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા રાજકીય આગેવાનના નજીકના સગાને ત્યાં આઇટીની ટીમોએ કાર્યવાહી શરૂ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે, આઇટી વિભાગે મોરબીની સાથે અમદાવાદ અને મહેસાણામાં પણ દરોડા પાડ્યા હોવાનું જાણવા મળે છે.
મોરબીના પ્રતિષ્ઠિત અને પોલિટિકલ કનેક્શન ધરાવતાં તીર્થક ગ્રુપ અને તે સાથે સંકળાયેલી પેપર મિલો પર ઇન્કમટેક્સ વિભાગે આજ વહેલી સવારથી દરોડા પાડ્યા હતા. ગુજરાત આઈટી વિભાગના 100થી વધુ અધિકારીઓએ આ કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં ઇન્કમટેક્સ વિભાગે આજે વહેલી સવારથી તીર્થક ગ્રુપ અને તેની સાથે સંકળાયેલી પેપર મિલો પર દરોડા પાડીને ચકચાર મચાવી દીધી છે. મોરબી અને આસપાસના વિસ્તારોમાં ગ્રુપના વિવિધ સ્થળોએ સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ દરોડાઓમાં ગુજરાત આઈ.ટી. વિભાગની 70થી વધુ ટીમો સામેલ છે. રવાપર રોડ પર તીર્થક ગ્રુપના મુખ્ય જીવરાજભાઈ ફુલતરિયાના નિવાસસ્થાન અને વેપારી સ્થળોએ પણ તપાસ થઈ રહી છે. આ તમામ સ્થળો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ મોરબીના તીર્થક અને સોહમ પેપર મિલમાં દરોડા દરમિયાન વિવિધ દસ્તાવેજો, ઈલેક્ટ્રોનિક ડેટા અને અન્ય પુરાવાઓ એકત્ર કરવા માટે ખાસ ટીમો કામે લાગી છે.
જીવરાજભાઇ ફૂલતરિયા રાજકોટ જિલ્લા ભાજપના એક મોટા નેતાના વેવાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. મહેસાણામાં રાધે ગૃપના મહેન્દ્રભાઇ પટેલને ત્યાં આવક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન બાદ તેઓની સાથે સંકળાયેલા મહેસાણા, અમદાવાદ, મોરબી, હિંમતનગર સહિતના ગામોમાં તેઓના ભાગીદારોને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આઇટી વિભાગની 70 ટિમો જોડાઇ
મોટી માત્રામાં બેનામી વ્યવ્હાર હાથ લાગે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આઇટી વિભાગની 70 ટીમ આ દરોડાની કામગીરીમાં જોડાઇ છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઇટી વિભાગ દ્વારા દરોડા હાથ ધરવામાં આવ્યા હતા. મોરબીના તીર્થક ગ્રુપની તમામ ઓફિસ , કારખાના તેમજ ગ્રુપના મુખ્ય સ્થાપક જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘરમાં પણ આઈટી વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા છે, ઘરમાં તપાસ હાથ ધરવામાં આવી છે.