અન્ય વિભાગોની સરખામણીમાં આવકવેરા વિભાગ જ એક એવો વિભાગ કે જ્યાં એસએસસી અને આઇટી અધિકારી બેસી કર વિશે નિર્ણય લેતા હોય છે

આવકવેરા વિભાગના છીંડા બૂરવા મોદી સરકાર કટીબદ્ધ

કેન્દ્ર સરકારની તિજોરીમાં બે પ્રકારની આવક આવતી હોય છે એક તો ઈનડાયરેકટ ટેકસ સ્વરૂપ અને બીજી ડાયરેકટ ટેકસ સ્વરૂપે. વિશેષરૂપે ઈનડાયરેકટ ટેકસ આવક વિશે જો વાત કરવામાં આવે તો ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ ઈનડાયરેકટેકસના નેજા હેઠળ આવતી હોય છે. જયારે ડાયરેકટટેકસમાં લોકોની આવક દ્વારા ટેકસનું સીધુ મુલ્યાંકન કરવામાં આવે છે અને તેને સંલગ્ન પણ કરાય છે. જેના પરી જ લોકોની આવક પરનો કર નકકી કરવામાં આવતો હોય છે. ૨૦૧૪માં જ્યારી મોદી સરકારે દેશનું સુકાન સંભાળ્યું ત્યારી ડાયરેકટટેકસ કરદાતાઓની સંખ્યા વધારવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જેના ફળસ્વરૂપે રીટર્ન ભરનારાની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. નોંધબંધી, ડિજીટલ પેમેન્ટ હોય કે અન્ય માધ્યમો હોય તે સર્વેને એક સાથે જોડયા હતા. જેમાં આધારકાર્ડ લીંકઅપ અને પાનકાર્ડનો પણ સમાવેશ ાય છે.

ઘણા સમયથી ઘણા કરદાતાઓ ટેકસ ચોરી કરતા નજરે પડે છે કે જે કરદાતાઓએ અત્યાર સુધી કરોડો રૂપિયાની ટેકસ ચોરી કરી તે આવકને વિદેશમાં ઠાલવી હોય. આ તમામ કરદાતાઓ ઉપર રોષ ઠાલવવા અને લાલઆંખ કરવા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. આપણે સૌ જાણીએ છીએ કે આવકવેરા વિભાગમાં કરદાતા અને આવકવેરા અધિકારી સામ-સામે બેસી આવકના આધારે ટેકસ વસુલાત કરવામાં આવે છે અને તે અંગેનો નિર્ણય પણ લેવાય છે. ટેકસ વસુલાત કરવાના પેરીમીટર અને દંડની સત્તા એક માત્ર ઈન્કમટેકસ ઓફિસરને આપવામાં આવી છે. જયારે રેવન્યુ કચેરી સહિત અન્ય સરકારી વિભાગો ડાયરેકટ લોકો સો બેસી ટેકસ માટે દંડની વસુલાત કરવાની સત્તા આપવામાં આવી નથી. આ સત્તાના દૂરઉપયોગના ભાગરૂપે આઈટીઓ ઓફિસર કરદાતાઓને ડરાવી, ધમકાવી અને સેટીંગ કરતા નજરે પડે છે અને વેરાની વસુલાત પણ કરે છે. ત્યારે આવકવેરા વિભાગમાં આ પ્રકારની મુખ્ય છીંડાઓ બુરવા કેન્દ્ર સરકાર આવકવેરા વિભાગમાં ધરખમ ફેરફારો કરી રહ્યું છે. આવકવેરા વિભાગમાં જે રીતે કરદાતાઓને કાર્ય પધ્ધતિી પીડાવુ પડે છે તેનાથી બચવા માટે કાર્ય પધ્ધતિને સુચારૂ બનાવવા અને ફેસલેસ કાર્યવાહી કરવા માટે અનેકવિધ સુધારાઓ આવકવેરા વિભાગમાં હાથ ધરવામાં આવી રહ્યાં છે. ફેસલેસ સીસ્ટમ આવવાથી કરદાતાઓએ તેમની તમામ આવકવેરા વિભાગની કામગીરી ઓનલાઈન જ કરવાની રહેશે. જેથી જે આઈટીઓ ઓફિસર અને કરદાતાઓ વચ્ચે જે ટેકસ વસુલાતને લઈ સેટીંગ કરવામાં આવતા તેમાં હવે પૂર્ણ વિરામ મુકવામાં આવશે. સાો સા કેસોની સ્ક્રુટીની પણ સુચારૂરૂપી કરાશે. રીટર્ન વેરીફીકેશન નવી પધ્ધતિ એટલે કે ઓનલાઈન થવાથી કરદાતાઓને કચેરી કે પછી અધિકારી સમક્ષ સીધુ હાજર વાનું રહેશે નહીં જે સીસ્ટમ આધારીત થવાથી કરદાતાના પ્રશ્ર્નોનું નિરાકરણ પણ આવી જશે.

સરકાર દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટેકસીસ પાસેથી સુચન માંગી એ પણ જાણવામાં આવી રહ્યું છે કે, હાલ આવકવેરા વિભાગમાં જે પડતર કેસો છે તેનો નિકાલ બને તેટલો જલ્દી કરવામાં આવે. કમીટી દ્વારા આ અંગેનો નિર્ણય ૧૮ માસ પૂર્વે લેવામાં આવ્યો હતો. પરંતુ તેનો અમલ ન કરવાથી આ નિર્ણય અભેરાઈએ ચડી ગયો હતો. ત્યારે ફેરથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવકવેરા વિભાગમાં નવા સુધારાઓ લાવવા માટે અને ધરખમ  ફેરફારો કરવા માટે કટીબદ્ધ છે.  આ નવા સુધારાી કરદાતાઓને જે તકલીફ અને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે પણ હવે નહીં કરવો પડે અને કરદાતાઓ હવે બેખૌફ રીતે આવકવેરા વિભાગની કચેરી અને તેને સંલગ્ન કાર્યો કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.