બીજાને ખાતું ઓપરેટ કરવા આપશો તો જેલમાં જશો: બેનામી પ્રોપર્ટી શોધી કાઢવા માટે રચેલી SITએ કરોડો રૂપિયાની બેનામી પ્રોપર્ટી શોધી
નોટબંધી દરમિયાન જેમની પાસે મોટા પ્રમાણમાં કાળું નાણું હતું તેમણે સૌથી વધુ રોકાણ બેનામી પ્રોપર્ટીમાં જ કર્યું હતું. જેને પગલે ગુજરાતમાં આયકર વિભાગે સક્રિય બની આવી બેનામી પ્રોપર્ટી શોધી કાઢીને રૂપિયા ૪૮૨ કરોડની ૩૮ મિલકતો ટાંચમાં લીધી છે. જેમાં સૌથી વધુ મિલકતો અમદાવાદની હોવાનું જાણી શકાયું છે.
પ્રિન્સિપલ ચીફ કમિશનર ઇન્કમ ટેક્સ, ગુજરાત પી.સી.મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી બેનામી પ્રોપર્ટી શોધી કાઢવા માટે ખાસ પ્રિન્સિપલ ડાયરેક્ટર, ઇન્વેસ્ટિગેશન અમિત જૈનની આગેવાનીમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની રચના કરવામાં આવી છે. જે જઈંઝ આવી બેનામી પ્રોપર્ટી શોધી કાઢી છે. જેને ટાંચમાં લેવાની કવાયત હાલમાં ચાલી રહી છે.
આયકર વિભાગે બે વર્ષ સુધી દેશમાંથી બ્લેક મની શોધી કાઢવા માટેની ઘણી કવાયત કરી હતી. જેમાં ડિપાર્ટમેન્ટ દ્વારા મોટા પ્રમાણમાં સર્ચ કરવામાં આવી દરોડા પાડવામાં આવ્યા. ત્યારબાદ નાણાં મંત્રાલય દ્વારા ઇન્કમ ડેકલેરેશન સ્કીમ (આઇડીએસ) લોંચ કરવામાં આવી. જેમાં કોઇપણ પોતાનું કાળું નાણું જાહેર કરી તેના ઉપર ચોક્કસ ટકા ટેક્સ ભરી તેને જાહેર કરી શકે તેવી જોગવાઇ હતી. જેમાં પણ ૬૭ હજાર કરોડ કરતાં વધારે રૂપિયાનું કાળું નાણું જાહેર થયું હતું. ત્યારબાદ સરકારે નોટબંધી અમલમાં મૂકી હતી. આ નોટબંધી વખતે જેમની પાસે કાળાં નાણાં હતા તેઓએ આ નાણાં સ્વજનો અને મિત્રોના નામે મિલકતોમાં રોકી દીધા હતા. આખે આખી ક્ધસ્ટ્રક્શન સાઇટના હવાલા પડ્યા હોવાની વિગતો પણ સામે આવી હતી.
આ ઘટના બાદ હવે આયકર વિભાગને નાણાં મંત્રાલય દ્વારા બેનામી પ્રોપર્ટી એક્ટ અંતર્ગત આવી પ્રોપર્ટી શોધી કાઢવા માટે આદેશ અપાયા હતા. જેના અંતર્ગત આયકર વિભાગે સૌથી પહેલા સુરતના કિશોર ભજિયાવાળા કે જેની પાસે એક હજાર કરોડની પ્રોપર્ટી હોવાનું સામે આવતાં તેની સામે બેનામી પ્રોપર્ટી એકટ અંતર્ગત ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જો કે બેનામી પ્રોપર્ટી એકટ અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટેક્સ ક્ધસલ્ટન્ટ અને વેપારીઓની પૂરતી માહિતી મળી રહે તેના માટે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એક સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં પી.સી.મોદી અને અમિત જૈન ઉપરાંત આયકર વિભાગના અધિકારીઓ સમીર વકીલ અને પ્રશાંત જૈન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ લોકોના પ્રશ્નોનું સમાધાન કર્યું હતું. બેનામી મિલકત અંતર્ગત લેવાયેલા પગલાં અંગે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું. કે બેનામી પ્રોપર્ટીમાં મકાન, જમીન, ફાર્મ હાઉસ, સોનું અને શેર સહિતની વસ્તુઓ ટાંચમાં લેવામાં આવી છે.