‘અંકુર વેડ્સ સ્વાતિ’ના સ્ટીકર મારેલી ૧૫૦ કારનો કાફલો લઈ આવક વેરા વિભાગ બે ઓઈલ મીલનો મહેમાન બન્યો

મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં આવકવેરા વિભાગે બે ઓઈલ કંપનીઓ પર જાનૈયા બનીને રેઈડ પાડી છે. આવકવેરા વિભાગ રેઈડ પાડવા અવનવા તુક્કા અજમાવતું હોય છે. રેઈડ સમયે પેઢીને ભનક ન પડે તે માટે આ વખતે આવકવેરા વિભાગ ચંબલમાં સ્તિ ઓઈલ કંપની પર રેઈડ પાડવા જાનૈયાના સ્વાંગમાં પહોંચી ગયું હતું.

ચંબલમાં આવેલી બી.આર.ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ અને લક્ષ્મી ઓઈલ મીલના ૩૦ સ્ળોએ આવકવેરા વિભાગના ૨૦૦ી વધુ અધિકારીઓ ત્રાટકયા હતા. રેઈડ પાડવા આવી રહ્યાં હોવાનું માલુમ ન થાય તે સુશ્ર્ચિત કરવા કાફલો ૧૫૦ી વધુ કાર સો પહોંચ્યો હતો. જેમાં ‘અંકુર વેડ્સ સ્વાતિ’ લખેલું હતું. ચતુર્વેદી પરિવાર આપકા સ્વાગત કરતા હૈ સહિતના લખાણ વાહનો પર હતા.

મસમોટી રેઈડ હોવાના કારણે વાહનો એકઠા કરવામાં મુશ્કેલીઓ નડી હતી.

રેઈડની વિગતો લીક ન ઈ જાય તે માટે પુરતુ ધ્યાન રખાયું હતું. ડ્રાઈવરોને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની છૂટ નહોતી. રેઈડ સમયે બન્ને ઓઈલ મીલોમાંથી આવકવેરા વિભાગે બહોળી સંખ્યામાં દસ્તાવેજો કબ્જે કર્યા છે. આ ઉપરાંત વધુ તપાસ હા ધરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.