રાજકોટ આવકવેરા વિભાગનાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા સુત્રોચ્ચાર
માંગ પુરી નહીં થાય તો આવનારા દિવસોમાં કર્મચારીઓની હેડકવાર્ટર દ્વારા લેવામાં આવતા નિર્ણયને અનુસરી અચોકકસ મુદતની હડતાલની ચીમકી
સમગ્ર દેશમાં અનેકવિધ સરકારી ખાતાઓ દ્વારા એક દિવસની હડતાલ પર કર્મચારીઓ ઉતર્યા છે ત્યારે આવકવેરા વિભાગનાં કર્મચારીઓનો રોષ સરકાર વિરોધનો જોવા મળી રહ્યો છે. હાલ દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ હોવા છતાં પણ આવકવેરા વિભાગનાં કર્મચારીઓની જે માંગ છે તેને પુરી કરવામાં સરકાર જાણે નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલ સમગ્ર ભારત દેશમાં આવકવેરા વિભાગનાં ગેજેટેડ અધિકારી વર્ગ-બી અને વર્ગ-સી તથા નોન ગેજેટેડ અધિકારીઓ હડતાલમાં જોડાયા છે. રાજકોટ ખાતે આવેલી આવકવેરા વિભાગ કચેરીનાં કર્મચારીઓએ પણ સુત્રોચ્ચાર બોલાવ્યા હતા અને તેઓની માંગણી કેન્દ્ર સરકાર સામે મુકી હતી. આ તકે તેઓ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે, જો સરકાર તેઓની માંગણી નિયત સમયમાં નહીં સ્વિકારે તો આગામી દિવસોમાં અચોકકસ મુદતની હડતાલ પર અધિકારીઓ ઉતરશે. આવકવેરા વિભાગનાં કર્મચારીઓ દ્વારા મળતી વિગતો મુજબ અનેકવિધ માંગણીઓ સરકાર સમક્ષ મુકવામાં આવી છે જેનો કોઈ નકકર જવાબ કે પછી કોઈ નકકર પરીણામ હજુ સુધી સામે આવ્યું નથી. આવકવેરા વિભાગનાં કર્મચારીઓની જો માંગણી વિશે વાત કરવામાં આવે તો તેઓને સાતમા પગારપંચમાં ફીટ મેટ ફોર્મ્યુલા મુજબ મીનીમમ વેઈજ આપવામાં આવે. હાલ સરકાર દ્વારા કર્મચારીઓને મીનીમમ વેજ પેટે ૧૮૦૦૦ રૂપિયા આપવામાં આવે છે જેને વધારી ૨૬,૦૦૦ કરવાની માંગ પણ કરી છે. તેઓએ માંગણી કરતા જણાવ્યું હતું કે, સરકારે એચબીએનું એરીયર્સ ૧લી જાન્યુઆરી ૨૦૧૬થી આપવું જોઈએ. વધુમાં તેઓએ માંગણી કરતા જણાવ્યું હતું કે, હાલ આવકવેરા વિભાગમાં જે કેઝયુઅલ અને કોન્ટ્રાકટ કામ કરનાર કર્મચારીઓ છે તેને કાયમી અને રેગ્યુલર કરવા જોઈએ. સાથોસાથ વારસાઈ નિમણુકની અંદર જે ૫ ટકા સીલીંગની જોગવાઈ છે તેને હટાવી તથા બધા પેન્ડીંગ કેસોનો તાત્કાલિક નિકાલ કરવા માટેની પણ માંગણી કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગમાં વર્ગ-સીને જે રીતે પ્રમોશન આપવામાં આવે છે તેમાં પણ ફેરબદલ થવી જોઈએ જેથી ગ્રુપ-સીમાં આવતા કર્મચારીઓને ઓછામાં ઓછા પાંચ પ્રમોશન આપવાની પણ માંગણી આવકવેરા વિભાગનાં અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. તેઓની માંગણી છે કે, ૫૬ જેની અંદર જે કમ્પલસરી રીટાર્યમેન્ટ આપવામાં આવે છે તેનો ફેરવિચાર કરવો જોઈએ.
મુખ્યત્વે આવકવેરા વિભાગનાં અધિકારીઓની માંગણી વિશે વાત કરવામાં આવે તો તેઓનું માનવું છે કે નવી પેન્શન સ્કિમ સ્ક્રેપ કરી એટલે કે જુની પેન્શન સ્કિમ લાગુ કરવી જોઈએ. આ તકે આવકવેરા વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવી પેન્શન સ્કિમમાં જે કોઈ અધિકારી કે પછી તે ભલે આઈઆરએસ અધિકારી હોય તેને પણ નિવૃતિનાં સમયે કુલ આપવામાં આવતી રકમનાં ૬૦ ટકા જેટલો ભાગ સરકાર ગર્વમેન્ટ સિકયોરીટીમાં રોકશે જેનાથી તેઓને તેનું વ્યાજ પણ મળતું રહેશે તથા રકમમાં બાકી રહેતા ૪૦ ટકા સરકાર જે-તે નિવૃત થતા અધિકારીઓને આપશે. આવકવેરા વિભાગનાં અધિકારીઓનું માનવું છે કે, આ નવી પેન્શન સ્કિમમાં સરકાર તેની જવાબદારીથી ભાગી રહી છે જેથી જુની પેન્શન સ્કિમને રાબેતા મુજબ અમલી બનાવવામાં આવે. જયારે તેઓનું માનવું છે કે, આવકવેરા વિભાગમાં અનેકવિધ જગ્યાઓ ખાલી પડેલી હોવા છતાં પણ સરકાર કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓની ભરતી કરી રહ્યું છે જે તદન ગેરવ્યાજબી છે જેથી આવકવેરા વિભાગમાં કોન્ટ્રાકટ સિસ્ટમને પણ નાબુદ કરવી જોઈએ.
અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારમાં ખાલી પડેલી ૬ લાખ જગ્યાની ભરપાઈ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તથા ગ્રુપ-સી અને ગ્રુપ-ડીમાં રીજીયોનલ રીક્રુટમેન્ટ કરવાની પણ માંગણી કરવામાં આવી છે. રાજકોટ આવકવેરા વિભાગના કર્મચારી સંગઠનનાં ખોડુભા જાડેજા, દિપક ભટ્ટ, ભરત રાજયગુરુ, શ્રીકાંત વર્મા, સમર્થ જોશી, અરવિંદ વાઘેલા, અચ્યુત મહેતા સહિતનાં કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા અને સરકાર વિરુઘ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા.
સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી પેન્શન સ્કિમને સ્ક્રેપ કરી જુની પેન્શન સ્કિમ લાગુ કરવા કરાઈ માંગ
નવી પેન્શન સ્કિમ સ્ક્રેપ કરી એટલે કે જુની પેન્શન સ્કિમ લાગુ કરવી જોઈએ. આ તકે આવકવેરા વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવી પેન્શન સ્કિમમાં જે કોઈ અધિકારી કે પછી તે ભલે આઈઆરએસ અધિકારી હોય તેને પણ નિવૃતિનાં સમયે કુલ આપવામાં આવતી રકમનાં ૬૦ ટકા જેટલો ભાગ સરકાર ગર્વમેન્ટ સિકયોરીટીમાં રોકશે જેનાથી તેઓને તેનું વ્યાજ પણ મળતું રહેશે તથા રકમમાં બાકી રહેતા ૪૦ ટકા સરકાર જે-તે નિવૃત થતા અધિકારીઓને આપશે.
ખાલી પડેલી ૬ લાખથી વધુની જગ્યાની નિયુકતી તાત્કાલિક ધોરણે કરવાની માંગ
કેન્દ્ર સરકારમાં ખાલી પડેલી ૬ લાખ જગ્યાની ભરપાઈ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તથા ગ્રુપ-સી અને ગ્રુપ-ડીમાં રીજીયોનલ રીક્રુટમેન્ટ કરવાની પણ માંગણી કરવામાં આવી છે. આ તકે આવકવેરા વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશભરમાં આવકવેરા વિભાગનાં અધિકારીઓ માટેની ઘણી ખરી પોસ્ટ એટલે કે જગ્યાઓ ખાલી પડેલી છે જો તેને વહેલાસર ભરવામાં આવે તો આવકવેરા વિભાગનાં અધિકારીઓ ઉપર જે કામનું ભારણ વધી ગયેલું છે તેમાં પણ ઘણાખરા અંશે ઘટાડો જોવા મળશે અને પડતર કેસોનો પણ ત્વરીત નિકાલ થઈ શકશે.
દેશભરમાં કોન્ટ્રાકટ પ્રાઈવેટાઈઝેશન બંધ કરવાની કરાઈ માંગ
આવકવેરા વિભાગમાં અનેકવિધ જગ્યાઓ ખાલી પડેલી હોવા છતાં પણ સરકાર કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓની ભરતી કરી રહ્યું છે જે તદન ગેરવ્યાજબી છે જેથી આવકવેરા વિભાગમાં કોન્ટ્રાકટ સિસ્ટમને પણ નાબુદ કરવી જોઈએ. અધિકારીઓનું માનવું છે કે સરકાર ભરતી કરવાના બદલે જે પ્રાઈવેટ કોન્ટ્રાકટ મારફતે જગ્યા ભરી રહી છે તેનાથી ઘણીખરી તકલીફોનો સામનો પણ આવનારા યુવાવર્ગને થઈ રહ્યો છે જેથી સરકારે કોન્ટ્રાકટ સિસ્ટમને નાબુદ કરવું જોઈએ.