આવકવેરા વિભાગના દરોડાઓમાં કરોડો રૂ.ની રોકડ, જ્વેરાત અને બે નંબરી મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને સહાયરૂપ થવા ઉભા કરાયેલા ટેરેર ફંડીગના નેટવર્કની કમર ભાંગી નાખવા આવકવેરા વિભાગે દરોડા પાડી ઝવેરાત અને કરોડો રૂપીયાની સંપત્તિના દસ્તાવેજો સહિત કરોડો રૂપીયાની મિલ્કત જપ્ત કરી લીધી છે. જમ્મુ કાશ્મીર સહિત દેશભરમાં અરાજકતા માટે ઉભા કરવામાં આવતા ત્રાસવાદને પ્રોત્સાહન આપવાના ભંડોળના સ્ત્રોત બંધ કરવાના વ્યૂહનો સેનાએ અમલ કરવાના નિર્દેશની સાથે સાથે જ જમ્મુ કાશ્મીર ખીણ વિસ્તારમાં ગૂરૂવારે આવકવેરા વિભાગ દ્વારા પાંચ અલગ અલગ જગ્યાએ દરોડાઓની કામગીરી દરમિયાન રોકડ જવેરાતો અને કરોડો રૂપિયાના રોકાણ ધરાવતી મિલકતોના શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરરમાં દરોડાઓનાં દોર દરમિયાનઆવકવેરા વિભાગે મોટી રકમની મત્તા, જવેરાત અને રોકડ હાથઆવી હતી. દેશભરમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી કાળાનાણાંની સંપત્તિની શોધખોળના અભિયાનના ભાગરૂપે ઈન્કમટેક્ષ વિભાગે જમ્મુ-કાશ્મીરમાં તપાસ શરૂ કરીને રાજયમાં કાળાધનનો દૂરૂપયોગ ચૂંટણીમાં કરવા માટે પ્રયત્નશીલ તત્વોને ચેતવણીનો સંદેશો દઈ રાજયમાં મુકત અને ન્યાયીક વાતાવરણમાં ચૂંટણી યોજાઈ તે માયે આ ઝુંબેશ શરૂ કરી છે.
આવકવેરા વિભાગે લાઈન ઓફ કંટ્રોલમાં વેપાર કરતા કેટલાક જુથો કે જે છેલ્લા છ વર્ષથી સરહદ પારના વેપારમાં બમલખ આવક રળી રહ્યા છે. અને આ કમાણી કાશ્મીર ખીણમાં રહેતા કેટલાંક શંકાસ્પદ તત્વોને પહોચાડવામાં આવે છે. આવક વેરાની તપાસમાં એવા ઘા ભેદી દસ્તાવેજો મળી આવ્યા છે. કે જેમાં મોટાપાયે કરચોરી કરીને નાણાં ઉભા કરી સગેવગે કરવામાં આવી રહ્યા છે.
આવકવેરા વિભાગે પ્રાથમિક તપાસમાં જ બિન હિસાબી ૧.૪૪ કરોડની રોકડ અને ઝવેરાત મળી કરોડો રૂપીયાની સંપત્તિ હાથકરી છે. ૨.૪૮ કરોડ રૂપીયાની ઝવેરાત સાથેની આ સંપત્તિ આવકના કોઈ સ્ત્રોત રજૂ કરવામાં આવ્યા નથી. જમ્મુ-કાશ્મીર અને ખાસ ખીણ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં અત્યાર સુધી ૧.૪૧ કરોડની બિન હિસાબી મિલ્કતોની ખરીદી અને ૧૭ કરોડ રૂપિયાના રોકડ વ્યવહારો મળી આવ્યા છે.
દરોડા દરમ્યાન અસંખ્ય હાડડીસ્ક, જપ્ત કરવામાં આવી છે. જેમાં બેહિસાબી વ્યવહારો અને સંપત્તિની વિગતો મળી આવી છે. આવકવેરા વિભાગ મોટા ગજાના હોટલીયર અને દા‚ના ધંધાર્થીઓ ને સકંજામાં લીધા છે. તપાસ દરમિયાન હોટલ અને છૂટક દારૂ વેચતા વેપારીઓએ અવેધ રીતે કરોડો રૂપીયાની કમાણીના કોઈ વેરા ભર્યા નથી. કાશ્મીરમાં આવકવેરા વિભાગે કરેલી કાર્યવાહીમાં ટેરર ફંડીંગ નેટવર્કની કમર તોડી નાંખી છે.
પુલવામા હુમલા બાદ ભારતે આતંકવાદીઓ સામે ચારેય કોરથી શકત કાર્યવાહી કરી છે. આતંકવાદને કોસતા પાકિસ્તાનને પણ છઠ્ઠીનું દુધ યાદ દેવડાવી દીધું છે ત્યારે આતંકવાદીઓને મળતા નાણા બંધ થઈ જાય અને આતંકી પ્રવૃતિઓ આર્થિક ખેંચના કારણે સજજડ બંધ થાય તે માટે ભારતીય આયકર વિભાગે પણ સપાટો બોલાવ્યો છે. ટેરર ફંડ નેટવર્કની કમર તોડવા માટે આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને મદદ કરતા ટેરર ફંડના નેટવર્કની તોડી પાડવા માટે પડાયેલા દરોડામાં કરોડો રૂપિયાની રોકડ, ઝવેરાત અને સંપતિના કાગળો પણ હાથ લાગ્યા છે. ગુરુવારે આયકર વિભાગ દ્વારા અલગ-અલગ પાંચ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથધરવામાં આવી હતી જેમાં અનેક શંકાસ્પદ વહિવટી મળી આવ્યા હતા. આગામી દિવસોમાં પણ આયકર વિભાગ આતંકવાદીઓને મળતા ટેરર ફંડના નેટવર્કને નેસ્તાબુદ કરવા માટે કાર્યવાહી કરે તેવું જણાઈ રહ્યું છે.