સાતમ-આઠમમાં પણ એક્સ્ટ્રા બસો દોડાવવાનું એસ.ટી તંત્રનું આયોજન
તહેવારો આવતાની સાથે જ લોકો પર્યટન સ્થળો પર ફરવા નીકળી જતા હોય છે. જેને લઈને બસ સ્ટેન્ડ, રેલવેમાં લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે ગઈકાલે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં લોકો બહારગામ ફરવા નીકળ્યા હતા. ત્યારે રાજકોટ એસટી ડીવીઝનને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ફળ્યો છે. રપ થી વધુ એકસ્ટ્રા બસો અમદાવાદ-જુનાગઢ-જામનગર-મોરબી-કચ્છ બાજુએ દોડાવાઇ હતી.
લોકો ઉમટી પડતા કોરોના કાળના છેલ્લા ૧ાા વર્ષમાં રેકર્ડબ્રેક કહી શકાય તેવી ૧ દિ’ની રાજકોટ ડેપોની આવક ૧૦ લાખને પાર થઈ હતી.
ચિક્કાર ટ્રાફીક જામતા ૧ દિ’માં ૧૦ લાખની આવક થતા અધિકારીઓ ખુશખુશાલ બનીગયા હતા.ડીવીઝનની આવક પણ ગઇકાલે ૧ દિ’માં ૪૪ લાખે પહોંચી ગઇ છે. હજુ સાતમ-આઠમના તહેવારો બાકી છે. ભલે મેળા રદ થયા પણ લોકો ફરવા જવા, વતને જવા ઉમટી પડયા છે. સાતમ-આઠમના તહેવારમાં પ૦ થી ૬૦ એકસ્ટ્રા બસો દોડાવવાનો પ્લાન ગોઠવાયો છે.