છેલ્લા છ માસમાં વિવિધ આવાસ યોજનાના લાભાર્થીઓ કોર્પોરેશનની તિજોરીમાં 85 કરોડ ઠાલવ્યાં
કોર્પોરેશનના આવાસ યોજના વિભાગને ગઈકાલે એક જ દિવસમાં 1,40,29,930/-ની આવક થવા પામી છે. સપ્ટેમ્બર માસમાં રૂ.14,95,78,858/-ની આવક આવાસના હપ્તા પેટે થવા પામી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં 31,000 થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે.
જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, બીએસયુપી- 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. આવાસ યોજના વિભાગને ગઇ કાલે એક જ દિવસમાં રૂ. 1,40,29,930/ની આવક કરેલ છે. આ ઉપરાંત આવાસ યોજના વિભાગ દ્વારા ગત મહિને રૂ.14,95,78,858/-ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ. જ્યારે છેલ્લા છ માસમાં રૂ.84,90,35,564/-ની આવક આવાસના હપ્તા પેટે થવા પામી છે.political corruption