100 મણ ઘઉંની આવક: ચેરમેન જયેશભાઈ બોઘરાએ શ્રીફળ વધેરી ખેડુત-વેપારીઓના મોઢા મીઠા કરાવી હરાજીનો આરંભ કરાવ્યો
અબતક,રાજકોટ
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે શિયાળુ પાકની નવી આવકમાં નવા ઘઉંની આવક થવા પામી હતી.મેંદરડાનો ખેડૂત રાજકોટ યાર્ડમાં નવા ઘઉં વેચવામાટે લાવ્યા હતા. પ્રતિ મણ ઘઉનો ભાવ રૂ.666 બોલાયો હતો આજે 100 મણ ઘઉંની આવક થવા પામી હતી.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં નવા શિયાળુ પાકની આવક થઈરહી છે. આજે સવારે નવા ઘઉંની આવક થવા પામી હતી મેંદરડાના ખેડુત દિનેશભાઈ મોહનભાઈ આજે સવારે શિયાળુ ઘઉં સાથે બેડી યાર્ડમાં વેચવા માટે આવ્યા હતા. ચેરમેન જયેશભાઈ બોઘરાએ શ્રીફળ વધેરીને ખેડુત તથા વેપારીના મોઢા મીઠા કરાવીને ઘઉંની હરાજીનો આરંભ કરાવ્યો હતો. દલાલ કિશ્ર્ના ટ્રેડર્સ મારફત જયઅંબે ટ્રેડીંગ કંપનીએ પ્રતિ મણ ઘઉ 666 રૂપીયામાં ખરીદી કરી હતી યાર્ડમાં નવા ઘઉંની આવકના પ્રથમ દિવસે જ રૂ.666 ઉપજતા ખેડુતમાં રાજીપો વ્યાપી જવા પામ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે યાર્ડમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મગફળીની પણ નિયમિત આવક સ્વીકારવામાં આવી રહી છે. શિયાળુ પાકમાં અગાઉ અનેક જણસીની આવક થવા પામી હતી આજની ઘઉંની આવક થવા પામી છે.