આગામી પાંચ દિવસની હરરાજીનો સ્ટોક; રૂ.૧૦૮૦ સુધીના ભાવ બોલાયા

રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળીની આવક શરૂ કરાતા ગઇકાલે રેકોર્ડબ્રેક ૧,૦૦,૦૦૦થી વધુ મગફળીની ગુણીની આવક થવા પામી છે. આગામી પાંચકે દિવસ હરરાજી ચાલે તેટલા માલનો સ્ટોક થવા પામ્યો છે. મગફળીના રૂ.૯૦૦થી લઇ રૂ.૧૦૮૦ સુધીના ભાવ બોલાઇ રહ્યો છે.

સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાડો છેલ્લા એકાદ મહિનાથી મગફળીથી છલકાઇ રહ્યા છે. તમામ માકેટીંય યાર્ડમાં દિન પ્રતિદિન મગફળની આવક વધી રહી છે. ચાલુ વર્ષ અતિવૃષ્ટિ વચ્ચે પણ મગફળીના સારા ઉત્પાદનથી ખેડૂતો નાણા છૂટા કરવા અર્થે ફટાકટ માલ વહેંચી રહ્યા છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની સાથો સાથ કપાસની પણ ધીમે ધીમે આવક વધવા લાગી છે. ગઇ કાલે રાજકોટ માકેટીંગ યાર્ડ ખાતે આવક શરૂ કરવા દેતા ફરી એક વખત અધધ મગફળીની આવક થવા પામી છે. ગઇકાલે ૧૦૦૦૦૦થી વધુ મગફળીની ગુણીની આવક થવા પામી છે.

માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાના જણાવ્યા અનુસાર ગલકાલે રાત્રીના ૯ વાગ્યા સુધીમાં રેકોર્ડબ્રેક એક લાખ મગફળીની ગુણી આવક આવતા આગામી પાંચ દિવસ હરરાજી ચાલે તેટલા માલનો સ્ટોક થવા પામ્યો છે.

નબળી કવોલીટીની મગફળીના રૂ.૭૦૦થી ૭૫૦ તો સારી કવોલીટીની મગફળીના રૂ.૧૦૮૦ સુધીના ભાવ ઉ૫જી રહ્યા છે. રાજકોટ માર્કેટીંગ ખાતે કપાસની આવકમાં પણ દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. દરરોજ સરેરાશ નવો-જૂનો કપાસ મળી ૨૦ હજાર મણ કપાસની આવક થઇ રહી છે. હાલ ખેડૂતોને કપાસના રૂ.૧૨૦૦ સુધીના ભાવ ઉપજી રહ્યા છે.

જસદણ યાર્ડમાં ૨૦૦૦ કિવન્ટલ મગફળીની આવક

જસદણ  માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી અને કપાસના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહી છે. જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ઘઉં એન.પી. ટુકડા ૬૦ કવીન્ટલ, મગફળી જી-૨૦ ૨૦૦૦ કવીન્ટલ, બી.ટી. કપાસ ૩૪૦૦ કવીન્ટલ  સહિત કુલ ૮૭૫૦ કવીન્ટલ વિવિધ જણસોનો જથ્થાની આવક થઇ હતી. જેના વિવિધ જણસના લઘુત્તમ ૨૦ કીલોના રૂ. ૨૦૦ થી મહત્તમ રૂા. ૩૭૬૫ ઉપજયા હતા.

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ૯૦૦૦૦ મગફળીની ગુણીની આવક

સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાડોમાં મગફળીની મબલખ આવક થઇ રહી છે ત્યારે સૌરાષ્ટ્રનુ મુખ્ય ગણાતા એવા ગોંડલ માર્કેટીંય યાર્ડમાં ગઇકાલ રાતથી આજ સવાર સુધીમાં અધધ ૯૦૦૦૦ ગુણી મગફળીની આવક થવા પામી છે. આ સાથે દરરોજ ૧૫થી ૨૦ હજાર મણ કપાસની પણ  આવક થઇ રહી છે. મગફળીના રૂ.૬૫૦થી ઉચામાં રૂ.૧૦૬૦/૭૦ સુધીના ભાવો બોલાઇ રહ્યા છે. તેમજ કપાસના રૂ ૧૦૫૦થી ૧૨૧૨ સુધીના ભાવો ખેડૂતોને ઉપજી રહ્યા છે. મગફળીની સાથે સાથે કપાસની આવક દિન પ્રતિદિન વધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.