બટાકા, ડુંગળી, ટામેટા અને અન્ય વિવિધ લીલા શાકભાજીની આવક
રાજકોટ, ધોરાજી, ઉપલેટા, જસદણ, ગોંડલ અને જેતપુરની બજાર સમિતિઓમાં તા.૧૪ મે સુધીમાં ૧૬૧૮ ખેડૂતોને ૧૨,૮૪૨ ક્વિન્ટલ ઘઉં, ૨૭૩૦ ક્વિન્ટલ ચણા અને ૧૭૩૧૦ ક્વિન્ટલ અન્ય જણસીઓ મળી કુલ ૩૨,૮૫૫ ક્વિન્ટલની આવક થઈ છે.
આ ઉપરાંત શાકભાજીની વાત કરીએ તો રાજકોટ, જેતપુર, ધોરાજી, જસદણ અને ગોંડલ બજાર સમિતિમાં ૯૮૭૯ ક્વિન્ટલ બટાકા, ૮૩૮ ક્વિન્ટલ ટમેટા અને ૨૫૬૬ ક્વિન્ટલ જેટલા અન્ય તમામ લીલા શાકભાજીની આવક થઈ છે. તેમ સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર ટી.સી.તીર્થાણીની યાદીમાં જણાવાયું છે.