ખેડૂતોને કપાસનો ભાવ 1650 થી 1900 સુધી મળી રહ્યો છે

 

અબતક,કિરીટ રાણપરિયા

ઉપલેટા

ઉપલેટા વિસ્તારમાં કપાસના ભારે વાવેતરના પગલે માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા એક માસથી કપાસની આવક ચાલુ થઇ ગઇ છે.યાર્ડમાં દસ હજાર જેટલા મણની કપાસની આવક થતા યાર્ડના ગ્રાઉન્ડમાં વાહનોના થપા લાગ્યા હતા. હરાજી થતા ખેડૂતને એક મન ન ભાવ 1650 થઇ લઇને 1900 સુધીના ભાવ મળતા ખેડૂતોને રાહત થઇ હતી. આ અંગે યાર્ડના વેપારી અમિત ટ્રેડર્સ વારા વાલજીભાઇ રામોલિયાએ જણાવેલ કે ઓણસાલ કપાસનું આ વિસ્તારમાં 40 કિલોમીટરમાં વાવેતર સારા પ્રમાણમાં હતું ને માલ પણ સારી ક્વોલીટીનો આવતા ખેડૂતોને ભાવ સારા મળી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.