હાલ આવક મર્યાદા રૂ. એક લાખ, સરકારના આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરોની સંખ્યા વધશે
NFSA કાર્ડ માટે આવક મર્યાદા રૂ. દોઢથી બે લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે.હાલ આવક મર્યાદા રૂ. એક લાખ છે.સરકારના આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડહોલ્ડરોની સંખ્યા વધશે . પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલે ગાંધીનગઆ રાજકોટ,બનાસકાઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓના પુરવઠા અધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. જ્યાં આ તમામ પુરવઠા અધિકારીઓ સાથે પુરવઠા મંત્રી અને સચિવે બેઠક લીધી હતી.
જેમાં NFSAના કાર્ડની જે વાર્ષિક આવક મર્યાદા 1 લાખ છે તેને વધારી દોઢથી બે લાખ કરવાની વિચારણા કરવામાં આવી હતી. આ અંગે પાવર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર એક જાન્યુઆરીથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન અંતર્ગત 81.35 કરોડ લાભાર્થીઓને એક વર્ષ માટે મફત અનાજ આપી રહી છે. ખાદ્ય મંત્રાલયે 31 ડિસેમ્બર 2023 સુધી તમામ NFSA લાભાર્થીઓને વિતરણ કરવામાં આવનારા ખાદ્યાન્નનું ઝીરો મૂલ્યો નક્કી કર્યું છે. કેન્દ્ર સરકાર વર્ષ 2023 માટે 2 લાખ કરોડ રૂપિયાથી વધારે ખાદ્ય સબ્સિડી વહન કરશે.
આ બેઠકમાં કોરોનામાં મૃત્યુ પામેલા સસ્તા અનાજના દુકાનદારોને સહાય આપવા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનામાં જે રેશનિંગના દુકાનદારોના અવસાન થયા છે તેને રૂ. 25 લાખની સહાય આપવા તેમના એસોસિએશને માંગ ઉઠાવી હતી. જો કે સરકારે આ માંગ સ્વીકારી લીધી છે પણ કેટલી સહાય અપાશે તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના સમયમાં રાજકોટ જિલ્લામાં સસ્તા અનાજના 10 દુકાનદારોના અવસાન થયા હતા. જ્યારે આખા રાજ્યમાં 64 સસ્તા અનાજના દુકાનદારો છે જેમના અવસાન થયા હતા તેવું જાણવા મળ્યું છે.યોજના વ્યસ્થિત લાગૂ કરવા માટે ભારતીય ખાદ્ય નિગમના મહાપ્રબંધકે પોતાના અધિકાર ક્ષેત્રમાં દરરોજ ત્રણ રાશન દુકાનો ફરજિયાત રીતે મુલાકાત લઈને રિપોર્ટ કરવાનો રહેશે.
મંત્રાલયે મફત અનાજને ધ્યાને રાખીને લાભાર્થીઓને ખાદ્યાન્ન વિતરણ કરનારા ડીલરનું માર્જિન આપવાની વ્યવસ્થા પર રાજ્યો સાથે પરામર્શ જાહેર કર્યું છે.
જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામેલા સસ્તા અનાજના 10 દુકાનદારોને અપાશે સહાય
આ બેઠકમાં કોરોનામાં મૃત્યુ પામેલા સસ્તા અનાજના દુકાનદારોને સહાય આપવા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનામાં જે રેશનિંગના દુકાનદારોના અવસાન થયા છે તેને રૂ. 25 લાખની સહાય આપવા તેમના એસોસિએશને માંગ ઉઠાવી હતી. જો કે સરકારે આ માંગ સ્વીકારી લીધી છે પણ કેટલી સહાય અપાશે તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના સમયમાં રાજકોટ જિલ્લામાં સસ્તા અનાજના 10 દુકાનદારોના અવસાન થયા હતા. જ્યારે આખા રાજ્યમાં 64 સસ્તા અનાજના દુકાનદારો છે જેમના અવસાન થયા હતા તેવું જાણવા મળ્યું છે.