હજુ કેટલાય રાજકીય માથાઓ આવકવેરા વિભાગના રડારમાં: કરચોરોમાં ફફડાટ
ધોરાજી ના ભારતીય જનતા પાર્ટી ના કદાવર આગેવાન અને ભૂતકાળ માં વિધાન સભા ની ચૂંટણી લડી ચૂકેલ અને ધોરાજી ના પાલિકા ના પૂર્વ સદસ્ય અને ભાજપ માં અનેક ઉચ્ચ હોદા પર રહી ચૂકેલ જયસુખભાઇ ઠેસીયા ની અવેડા ચોક ખાતે આવેલ કમિશન એજન્ટ ની જય અંબે ટ્રેડિંગ ની પેઢી પર ગુરુવારે બપોર ના સમયે અચાનકજ આઇટી વિભાગ ની ટિમ એ સર્ચ ઓપરેશન હાથ ધરેલ હતું
આ વાત ના સમાચાર વાયુવેગે ધોરાજી માં પ્રસરી જતા શહેર ભરના અનેક કરચોરો માં ફફડાટ ફેલાઈ ગયો હતો આવક વેરા વિભાગ ના અધિકારીઓ જેસુખભાઈ ઠેસીયા ની પેઢી પર ત્રાટકી અને અન્ય લેવડ દેવળ અને બેન્ક એકાઉન્ટ ની તમામ વિગતો મેળવી હતી આ સર્ચ ઓપરેશન કલાકો સુધી ચાલેલ હતો સૂત્રો માંથી જાણવા મળતી માહિતી અનુસાર ધોરાજી ના અન્ય રાજકીય લોકો અને મોટા માથાઓ અને અન્ય વેપારીઓ પણ આઇટી વિભાગ ના રડાર માં છે
ધોરાજી માં અંદાજિત એક લાખ ની પ્રજા માં અનેક જગ્યા એ કર ચોરી થકાન કિસ્સાઓ ધોરા દિવસ સમાન છે અનેક વેપારીઓ બેખોફ કર ચોરી કરી અને સરકાર ને લખો રૂપિયા નો ચૂનો ચોપડી રહ્યા છે છતાં અધિકારીઓ માત્ર એક જગ્યા એજ સર્ચ ઓપરેશન હાથ ધરી અને ધન્યતા કેમ અનુભવી લીધી તેવો સવાલ લોકો માં ચર્ચાઈ રહ્યો છે