હજુ પણ વેપારીઓને જીએસટીની મુંઝવણો અંગે વકીલોને પુછવા જવુ પડે છે, સરળ કાયદાની તાતી જરૂરીયાત: નેશનલ એકશન કમિટી ઓફ જીએસટી પ્રોફેશનલ્સનું કલેકટરને આવેદન
જીએસટીનાં અમલમાં ૧૬ મહિના બાદ પણ ગડમથલો હજુ યથાવત રહી છે હજુ પણ વેપારીઓને જીએસટીની મુંઝવણો અંગે વકિલોને પુછવા જવુ પડે છે ત્યારે વેપારીઓને પડતી હાલાકી દુર કરવા માટે સરળ કાયદો લાવવાની માંગ સાથે નેશનલ એકશન કમિટી ઓફ જીએસટી પ્રોફેશનલ્સે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
આવેદનમાં જણાવાયું કે, જીએસટી કાયદો ખુબ જ જટીલ છે અને તેનું અમલીકરણ તેનાથી વધુ જટીલ રીતે કરવામાં આવેલ છે. અધિકારીઓની સતા અને સિસ્ટમની નિર્બળતા વચ્ચે વેપારીઓની હાલત કફોડી થઈ ગયેલ છે અને આજે જીએસટી કાયદાના અમલના ૧૬ મહિના પછી વેપારીઓ અમુક વ્યવહાર કરતા પહેલા વકીલોને પુછવા જાય છે. ટુંકી સમયમર્યાદાઓ, ઉપરાઉપરી એક પછી એક પત્રકોની હારમાણા, સતત થઈ રહેલ બદલાવ અને આકારો દંડને કારણે સરળ બનાવવાના ઈરાદે બનાવાયેલ કાયદો અનેક વેપારીઓ માટે મુશ્કેલીઓ સર્જી રહ્યો છે અને ભારતમાં કર-કાયદાઓનું ૯૦% અનુપાલન કર-વ્યવસાયિકો દ્વારા જ થાય છે અને તેથી વેપારીઓ વતી સિસ્ટમ સામે રીતસરના તેઓ જજુમી રહ્યા છે અને સિસ્ટમની નાકામયાબીને હિસાબે વેપારીઓને પૂર્ણ સંતોષ આપી શકે તે માટે અનેકાનેક રજુઆતો વાર તહેવારે કરી રહ્યા છે પરંતુ તે પાકી અનેક રજુઆતો આજે ૧૬ મહિના પાછી પણ ઠેર ની ઠેર રહેતા તેઓએ આજે જીએસટી કાઉન્સીલના ચેરમેનવતી કલેકટરને આવેદન આપી અવગત કરેલ છે.
તેઓની માંગણી છે કે, જીએસટી નેટવર્ક પર એક સાથે અંદાજે ૧૫૦૦૦ લાખ રિટર્ન ફાઈલ થઈ શકે છે અને દેશમાં જીએસટીનો ધરાવતા વેપારીની સંખ્યા ૧.૧૪ કરોડ છે એટલે કે સર્વરને અપગ્રેડ કરવું પડે તેની કેપેસિટી વધારવી જોઈએ જેથી વેપારીઓ સરળતાથી પોતાના કાર્યો કરી શકે અને લેટ ફી માંથી બચી શકે. અનેકોનેક કિસ્સાઓ એવા છે જેમાં વેપારીઓએ અનેક વખત- દિવસો દિવસ પ્રયત્ન કર્યા પછી પણ જીએસટી કંપલાયન્સ કરી શકયા નથી અને જેથી તેઓને ઓછા ઘણા અંશે નાણાકીય નુકસાન થયેલ છે આવું થવું કુદરતી ન્યાયના સિઘ્ધાંતની વિરુઘ્ધ છે અને જેથી વેપારીઓના લોગ-ઈનમાં એક એકિટવિટી રીપોર્ટ જનરેટ થાય અને જેના આધારે વેપારીઓએ કરેલ પ્રયત્નોની નોંધ સિસ્ટમ જ કરે તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે માંગણી છે આવું થશે તો અનેક કિસ્સાઓમાં વેપારીઓને લેટ-ફી માંથી મુકિત મળશે અને જીએસટી સિસ્ટમની નબળાઈઓ પણ પ્રજા સામે દસ્તાવેજી પુરાવા સાથે રજુ કરી શકાય. રિફંડની પ્રક્રિયા ખુબ જ જટિલ છે અનેક કિસ્સાઓમાં વેપારીઓને રીફંડ ૯૦ દિવસે પણ મળતું નથી. આવા સંજોગોમાં સિંગલ વિન્ડો રિફંડ કલીરન્સ સિસ્ટમ ડેવલપ કરવા માટે અને રીફંડની અરજીનો નિકાલ માત્ર ૨૦ દિવસમાં કરવાની માંગણી થયેલ છે.