- સમાવેશી વર્ગખંડ અને અભ્યાસક્રમ અનુકૂલન સાથે બાળકોના અધ્યયન સ્તરને સુધારવા વર્ગખંડમાં રહેલા બાળકોની વિવિધતા અને તેના આધારે અધ્યયન માટેની જરૂરિયાત અલગ અલગ હોય છે
શિક્ષણમાં સમાવેશ એ એવું વલણ કે મુલ્ય પ્રણાલી છે, કે જે તમામ બાળકના ગુણવતાયુકત શિક્ષણ મેળવવાના કાર્યક્રમને, તેના સહ અભ્યાસીઓ સાથે સાથે સફળ કરવામાં મદદરૂપ થાય: સમાવેશી શિક્ષણ એટલે બાળકના મહત્તમ વિકાસને સુનિશ્ચિત કરતો કાર્યક્રમ
શિક્ષણમાં સમાવેશન ચોકકસ જરૂરિયાતો સાથે વિશેષ સમસ્યાઓનો સામનો કરતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતો સાથે વિશેષ સમસ્યાઓનો સામનો કરતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટેનો અભિગમ છે. તેનો અર્થ એ થયો કે સપોર્ટ સેવાઓનો યોગ્ય નેટવર્ક સાથે સામાન્ય પ્રાથમિક જોગવાઇઓ, શાળાઓ અને સામુદાયિક શિક્ષણની સુવિધાઓની સુલભતા મારફતે વિકલાંગતા ધરાવતા કે નિયમિત એમ તમામ વિદ્યાર્થીઓ એક સાથે શિક્ષણ મેળવી શકે છે.
આ પ્રકારની સુલભતા પરિવર્તનક્ષમ શૈક્ષણિક વ્યવસ્થામાં જ શકય છે, જે વિવિધ પ્રકારના વિદ્યાર્થીઓની જરૂરીયાતોને સમજે છે. અને જરૂરિયાતો પૂર્ણ કરવા તેની સાથે અનુકુલન સાધીને અપનાવી લે છે. એટલે શિક્ષણમાં સમાવેશ શૈક્ષણિક વ્યવસ્થાઓ, તેના મૂલ્યો, માહિતી વ્યવસ્થાઓ અને કાર્ય સંસ્કૃતિઓ, પ્રક્રિયાઓ અને માળખાના તમામ સ્તરમાં સમાવેશક નિતીઓ અને પદ્ધતિઓ મારફતે શારીરિક, સંવેદનશીલ, બોદ્ધિક કે પારિસ્થિતિક વિકલાંગતા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ સહિત તમામ વિદ્યાર્થીઓ માટે મૂળભૂત માનવીય અને નાગરિક અધિકારો હાંસલ કરવાનું કરવાનું માધ્યમ છે. શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું 2005, સામગ્રી, રજૂઆત અને વ્યવહારિક પદ્ધતિઓમાં યોગ્ય સુધારા કરીને, શિક્ષકોને તૈયાર કરીને અને શિક્ષણને અનુરૂપ મુલ્યાંકન પદ્ધતિઓ વિકસાવી વિશેષ શૈક્ષણિક જરૂરિયાતો ધરાવતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં સમાવેશનની ભલામણ કરે છે.
શિક્ષક બનવાની શરૂઆત થાય છે. ત્યારે જણાવવામાં આવે છે. તમારો વર્ગ વૈવિધ્યતા ધરાવતા બાળકોની ભરાયેલ શહે અને તમારું શિક્ષક તરીકેનું કાર્ય આ તમામ વૈયક્તિક વિવિધતા ધરાવતા બાળકોને સમાન ગણીને તમારો વિષય ભણાવવાનો છે. પરંતુ શાળામાંના વર્ગખંડમાં રહેલાં બાળકોના અધ્યયન સ્તરને સુધારવા વર્ગખંડમાં રહેલા બાળકોની વિવિધતા અને તેને આધારે અધ્યયન માટેની જરૂરિયા અલગ અલગ હોય છે. શું આપણે આ બાબતથી વાકેફ છીએ ? આ તમામ બળકોની અધ્યયન માટેની જરૂરિયાત જો ના સંતોષાય તો તેઓ વર્ગખંડમાં થતી અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાથી નિરસ થઇ તેનાથી ધીમે-ધીમે વંચિત થઇ જાય છે. અને અધ્યયન ઉપલબ્ધિમમાં પાછાં પડે છે. એવા કેટલાંય બાળકો છે, જેમની કોઇકને કોઇ વિશિષ્ટ જરૂરિયાત હોય છે. અથવા સમાજમાંના એવા સમૂહમાંથી આવે છે. જેઓને હજુ સુધી પણ શિક્ષણના લાભો મેળવવામાં મુશ્કેલી પડે છે. આ બાળકોની જરૂરિયાતો જાણવા માટે શિક્ષણમાં સમાવેશનને સમજવું પડે. આપણે જોઇએ.
શિક્ષણમાં સમાવેશન એટલે શું: શિક્ષણમાં સમાવેશન એ એવું વલણ કે મુલ્ય પ્રમાલી છે કે જે તમામ બાળકના ગુણવતાયુકત શિક્ષણ મેળવવાના કાર્યક્રમને તેના સહ અભ્યાસીઓ સાથે સાથે સફળ કરવામાં મદદરૂપ બને છે. સમાવેશી શિક્ષણ એટલે બાળકને શાળામાં અને શાળામાંના તમામ કાર્યક્રમમાં બાળકની ઉત્સાહપૂર્વકની સક્રિયતાને બાળકના મહતમ વિકાસને સુનિશ્ર્વિત કરતો કાર્યક્રમ.
પ્રત્યેક બાળકની વિવિધતાસભર જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેમની અધ્યયન-અધ્યાપનમાં સહભાગીદારીતા વધારવા, સંસ્કૃતિ, સમાજ તેમજ શિક્ષણમાંથી તેમની વંચિતતા ઘટાડવાની પ્રક્રિયા એટલે સમાવેશી શિક્ષણ તેમજ શારીરિક, બૌદ્ધિક, સાવેગિક, સામાજિક, ભાષાકીય કે અન્ય કોઇ રીતના ભેદભાવોને અવગણીને તમામ બાળકોને તેમની શાળઓમાં સમાવેશ કરવાની જવાબદારી એટલે સમાવેશી શિક્ષણ
સમાવેશી શિક્ષણ એટલે સમગ્ર શૈક્ષણિક વ્યવસ્થાનું અનુકુલન જેમાં શાળાનું માળખું, મકાન, ફર્નિચર, શિક્ષણ અને વર્ગખંડ વ્યવસ્થાપન અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિકલાંગ બાળકો તેમજ તેમની જરૂરિયાતને અનુકુળ અભ્યાસક્રમ.
સમાવેશી વર્ગખંડ: સમાવેશી વર્ગખંડ એવો વર્ગખંડ જયા દરેક વિદ્યાર્થીનો સ્વીકાર કરવામાં આવે અને તેમને સાથ સહકાર આપવામાં આવે છે. શાળાના સહઅધ્યાયીઓ અને અન્ય સભ્યો એકબીજાનો સ્વીકાર કરે છે. દરેક વિદ્યાર્થીની જરૂરિયાતો સંતોષાય છે. સમાવેશી વર્ગોમાં એવું વાતાવરણ હોય છે. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ શાળાની અંદર વિદ્યાર્થીઓના સમુદાયને સાથ સહકાર અને માર્ગદર્શન પ્રદાન કરે છે. જયાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ ચકાસે છે અને તેમાં વિવિધ ક્ષમતા ધરાવતા સહઅધ્યાયીઓના આદાન-પ્રદાનમાંથી ફાયદો થાય છે. સમાવેશી અભિયમ ધરાવતા શિક્ષકો પાઠયપુસ્તકની બહાર વ્યવહારિક કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમજ સાથ સહકારયુકત શિક્ષણ (જૂથ શિક્ષણ), સંપૂર્ણ ભાષા, ચોકકસ થીમ આધારિત સૂચન, સમાસ્યાનું સમાધાન માટે વલણ અખત્યાર કરે છે. સમાવેશી શિક્ષણ વર્ગ શિક્ષકોના હાથમાં હોય છે, જેઓ શૈક્ષણિક પરિવર્તન અને શાળા સુધારા માટે મહત્વપૂર્ણ માધ્યમ છે. તેઓ શૈક્ષપિણક વાસ્તવિકતાઓની અંદર બનાવવામાં આવેલી નીતિઓનો અમલ કરે છે, આ માટે વર્તણુંકમાં પરિવર્તનની જરૂર છે. શિક્ષકોએ દૃઢપણે માનવું જોઇએ કે તમામ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે અને તેમને વિવિધ ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓની સફળતા માટે યોજના બનાવવી જોઇએ. શિક્ષકો વર્ગમાં વિવિધ ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓને સ્વીકારે. માન્યતા આપે અને તેમની આંતરિક શક્તિઓ ખીલવવા પ્રયાસ કરે તે જરૂરી છે. એટલે તેમણે વિવિધ ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓનો સ્વીકાર કરીને ભાગીદારી અને સમાનતાને પ્રોત્સાહન આપવું જોઇએ.
સમાવેશી શિક્ષણના વર્ગખંડમાં અસરકારક શિક્ષણ માટે એવી શૈક્ષણિક પદ્ધતિઓની જરૂર છે, જે વિવિધ પૃષ્ઠભૂમિઓ, જરૂરિયાતો અને ક્ષમતાઓ ધરાવતા વિવિધ વિદ્યાર્થીઓને સમાવી શકે. આ પદ્ધતિ વર્ગમાં ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રો સંબોધે છે.
શૈક્ષણિક સંદર્ભ: શૈક્ષણિક વાતાવરણમાં સુધારો એટલે કે ભૌતિક ગોઠવણો, મહત્વપૂર્ણ સ્થાનોમાં રેલિંગ મૂકવા જેવા રૂમમમાં સુધારાવધારા, વહીલચેરની સુલભતા માટે ફલોર સ્પેસની પુન: ગોઠવણી વગેરે સામેલ છે. મુખ્ય પ્રવાહની શાળાઓમાં એકબીજાને સાથ સહકાર આપતા વિદ્યાર્થીઓના જૂથો મારફતે વિશ્ર્વાસનું વાતાવરણ વધારવા અને સહઅધ્યાયીઓ સાથેના આદાન-પ્રદાન વધારવા. જોડીઓની જેમ જૂથો પણ અલગ હોઇ શકે છે, એટલે કે મિશ્ર વિકલાંગતા ધરાવતા બે કે વધારે જૂથોમાં કામ કરતા વિદ્યાર્થીઓની જોડી તરીકે જૂથોને અલગ પાડી શકાશે, જેમાં દરેક સભ્યને ચોકકસ ભૂમિકા સુપરત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ટાઇમકીપર, પ્રેઝન્ટર વગેરે. વર્ગોમાં વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા વ્યક્તિગત વિદ્યાર્થીઓની શીખવાની વિશિષ્ટ જરૂરિયાતના આધારે જુદી-જુદી સુચનોનું આયોજન કરવું જોઇએ. અભયાસક્રમને સમજવા-ચકાસવા વિદ્યાર્થીઓને વિવિધ વિકલ્પો પ્રદાન કરવો વિવિધ પવૃતિઓ, જેની મારફતે વિદ્યાર્થીઓ માહિતી અને વિચારો સમજી શકે અને તેને ‘ધારણ’ કરી શકે. વિકલ્પો, જેની મારફતે વિદ્યાર્થીઓને શું શીખવું તે પ્રદર્શિત કરે છે.
વિદ્યાર્થીઓને શિક્ષણની બધી વ્યવસ્થામાં સમાવી લેવા જરૂરી
શિક્ષણમાં સમાવેશન એટલે તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ વ્યવસ્થામાં સમાવી લેવા. પરંતુ તેનો અર્થ એવો થતો નથી કે એક જ વર્ગમા તમામ વિદ્યાથીઓને એક સરખું શિક્ષણ આપવું. હકકીતમાં માહિતી એ સક્રિય છે, નિષ્કિય નથી. તેમાં વિદ્યાર્થીઓના વ્યક્તિત્વમાં ફેરફાર સંકળાયેલો છે અને આ માટે વિદ્યાર્થીની સહભાગિતા જરૂરી છે. સમાવેશી વર્ગખંડમાં વિવિધ પ્રવૃતિઓ એક સાથે હાથ ધરવામાં આવશે. એટલે શિક્ષણ આપવાની હાલની શિક્ષક-કેન્દ્રિત પ્રક્રિયાને બદલે વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવી જોઇએ.
સફળ સમાવેશી અનુકૂલન માટે આ જરૂરી
- પર્યાવરણીય અનુકૂલન
- વિષય-વસ્તુમાં અનુકૂલન
- શીખવા-શીખવવાની સામગ્રીમાં અનુકૂલન
- ડીવાઇસ/ ઇકવીપમેન્ટના ઉપયોગમાં અનુકૂલન
- નિર્દેશનમાં અનુકૂલન
- મુલ્યાંકનમાં અનુકૂલન