મોઢ વણિક સમાજના અગ્રણી મુકેશ દોશીની સફળ રજૂઆત રંગ લાવી

મુખ્યમંત્રી તથા તત્કાલીન ચેરમેન હંસરાજભાઇનો આભાર માનતા મોઢ વણિક સમાજના અગ્રણીઓ

રાજય સરકારે બિનઅનામત વર્ગની હિન્દુ જાતિઓમાં વધુ ૨૦ જ્ઞાતિ તેમજ પેટા જ્ઞાતિનો સમાવેશ કરતો પરિપત્ર જારી કર્યો છે. જેમાં સમગ્ર ગુજરાતમાં વિશાળ સંખ્યામાં પથરાયેલ મોઢવણિક સમાજનો પણ સમાવેશ થયો છે.

મોઢ વણિક સમાજના અગ્રણી મુકેશ દોશીએ એક વર્ષ પહેલા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ બિન અનામત આયોગના તત્કાલિક ચેરેમન હંસરાજભાઇ ગજેરા સમક્ષ ગાંધીનગર ખાતે રૂબરૂ મળી મોઢવણિક સમાજનો સમાવેશ કરવા રજૂઆત કરી હતી. જેને ધ્યાને રાખી રાજયના મુખ્યમંત્રીએ યોગ્ય નિર્ણય લઇ મોઢવણિક સમાજનો સમાવેશ કરતા સમસ્ત મોઢવાણિક સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે.

વેપાર, ધંધા અને ઉદ્યોગમાં સાહસિક અને સમાજિક અને રાજકીય ક્ષેત્રે વિશેષ પ્રદાન અદા કરનાર મોઢવણિક સમાજના અનેક તારલાઓએ રાષ્ટ્રહિત અને સમાજના ઉત્કર્ષ માટે અનેક મહાનુભાવો સક્રિય રહ્યા છે. માત્ર ભારતના જ નહિ પરંતુ સમગ્ર વિશ્ર્વના લોકો જેને આદરભાવથી આજે પણ નમન કરે છે એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ વિશ્ર્વભરમાં ઉદ્યોગક્ષેત્રે ડંકો વગાડનાર ધીરૂભાઇ અંબાણી તેમજ એચ.ડી.એફ.સી. બેન્કના ચેરમેન દિપકભાઇ પારેખ પણ મોઢવણિક સમાજના છે. ગુજરાતમાં પણ અનેક મોઢવણિક સમાજના રત્નોએ વિવિધ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી છે. જેમાં વિનોદભાઇ શેઠ, ચંપકભાઇ વોરા, ભાવનગરના અમોસા, સુરતના કિશોરભાઇ વાકાવાલા, ભાવનગરના મેહુલ વડોદરીયા, ભાવનગરના નગીનભાઇ શાહ, જામનગરના સુરેશભાઇ વડોદરીયા, સુરતના હેંમત અપટવાલા, ભાવનગરના મણીભાઇ ગાંધીન, અમદાવાદના ધર્મેન્દ્રભાઇ મહેતા, ભાવનગરના અ.મો. શાહ સહિતના લોકો રાજકીય ક્ષેત્રે પણ સક્રિય રહ્યા છે.

સામાજિક અને મોઢવણિક સમાજના અગ્રણી મુકેશ દોશીએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, હંસરાજભાઇ ગજેરા, મોઢવણિક સમાજ ગુજરાતના પ્રમુખ હર્ષદભાઇ શાહ, દિપકભાઇ ધોળકિયા, મોઢવાણિક સમાજ રાજકોટના અગ્રણી ધર્મેશભાઇ શેઠ, પ્રનંદભાઇ કલ્યાણી, શ્રેયાંસ મહેતા, અશ્ર્વિનભાઇ પટેલ, ગીતાબેન કે. પટેલ, ભાગ્યેશ વોરા, સરોજભાઇ ભાઠા, કેતન મેસવાણી, કિરેનભાઇ છાપીયા સહિતના અગ્રણીઓનો આ કાર્યમાં સહયોગ આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.