સમુદ્રમાં થતી તમામ ગતિવિધિઓ આ સ્કવોર્ડનથી મહત્વની કામગીરી પર નજર રાખશે
દેશમાં સૌથી મોટો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો ગુજરાત ધરાવે છે. આ ઉપરાંત ગુજરાતની દરિયાઈ સરહદ દુશ્મન દેશ પાકિસ્તાન સાથે પણ જોડાયેલી છે. જેથી આ વિસ્તારમાં આધુનિક અને મજબૂત દરિયાઈ સુરક્ષા અનિવાર્ય છે. ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ચાર MK-3 હેલિકોપ્ટર પોરબંદર કોસ્ટગાર્ડને આપવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડના ડીજી દ્વારા હેલિકોપ્ટરની સ્કવોડનનું કમિશનર કરવામાં આવ્યું હતું.
ભારતીય કોસ્ટગાર્ડમાં કુલ 13 અકઇં(એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર) MK-3નો ઉમેરો કરાયો હતો. જેમાંથી 4 હેલિકોપ્ટર પોરબંદર કોસ્ટગાર્ડને આપવામાં આવ્યા છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડ ડી.જી.વી.એસ પઠાણિયાએ આજે કોસ્ટગાર્ડ એર એંકલીવ ખાતે કમિશનિંગ કર્યું હતું. મહત્વનું છે કે, સમાવિષ્ટ સ્કવોડન રેસ્ક્યુ, કોસ્ટલ સિક્યુરિટી, મેરિટાઈમ સર્વેલન્સ, એન્ટી સ્મગલિંગ, પોલ્યુશન કંટ્રોલ તેમજ ટ્રાન્સપોર્ટ સહિતની મહત્વની કામગીરીમાં ફરજ બજાવશે. સમુદ્રમાં થતી તમામ ગતિવિધિઓ આ સ્કવોર્ડનથી મહત્વની કામગીરી પર નજર રાખશે.
હેવી મશીનગનથી સજ્જ છે MK-3 હેલિકોપ્ટર
ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત પ્રદેશમાં અકઇં MK-3 હેલિકોપ્ટરનું સશસ્ત્ર સંસ્કરણ સામેલ કર્યું છે. જે 12.7 ખખ હેવી મશીન ગનથી સજ્જ છે જે 1800 મીટરથી વધુના લક્ષ્યોને અસરકારક રીતે હિટ કરી શકે છે.