૧ મે સુધી બપોરે ૨.૩૦થી ૬.૩૦ સુધી નવા રૂટમાં ગ્રાહક સેવા મળશે
કોરોના વૈશ્ર્વિક મહામારીના આ સમયમાં લોકડાઉન હોવાથી લોકોના અનેક કાર્યો અટકી પડયા છે કે નિયમીત થઇ શકતા નથી. લોકડાઉન હોવાથી ઘરી દૂર બેંકે જવા માટે હાડમારી સહન કરવી પડતી હોય છે. આવા સમયે જો બેંક ખાતેદારોને ઘરની નજીક જ બેંકિંગ કાર્યો કરવાની સુવિધા મળી રહે તો ઘણી બધી ઉપયોગી બની રહે છે. આ વાતને ધ્યાને લેતાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ઇ.સ. ૧૯૭૪થી કાર્યરત મોબાઇલ શાખા નિયત રૂટ ઉપરાંત હવેથી વધારાનો સમયમાં વધારાના રૂટ પણ કરે છે. મોબાઇલ શાખા હરતી-ફરતી બેંક તરીકે પણ લોકોમાં પ્રચલિત છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની કોઇપણ શાખાનો વ્યવહાર મોબાઇલ શાખામાંથી પણ કરી શકાય છે, જેમાં રોકડ જમા કરાવવી, રોકડ ઉપાડ, પાસબુક પ્રિન્ટીંગ, કલીયરીંગના ચેક જમા કરાવવા વગેરે કાર્યોનો સમાવેશ થાય છે.
કોરોના મહામારીના વૈશ્ર્વિક કહેર વચ્ચે, વર્તમાન સંજોગોમાં ગ્રાહક સુવિધામાં વધારો કરતાં મોબાઇલ શાખા તા. ૨૩થી તા. ૧ સુધી (બેંક અને જાહેર રજાના દિવસો સિવાય) નિયમીત રૂટ ઉપરાંત બપોરે ૨.૩૦થી સાંજે ૬.૩૦ સુધી વધારાના અને નવા વિસ્તારોમાં ગ્રાહક સેવા આપશે. દરેક સ્ટેન્ડ ઉપર ૩૦ મીનીટનો સ્ટોપ રહેશે. ગુરૂવારે બપોરે ૨.૫૦-સ્વામીનારાયણ મંદિર-માધાપર ચોકડી, ૩.૩૦-પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, ૪.૦૫-ગંગોત્રી ડેરી-સાધુ વાસવાણી રોડ, ૫.૦૦-અતીથી ચોડ-પંચવટી રોડ, ૫.૪૫-સત્ય સાંઇ હોસ્પીટલ-સત્ય સાંઇ રોડ., શુક્રવારે બપોરે ૨.૫૦-કરણપરા ચોક, ૩.૩૦-વિજયદીપ એપાર્ટમેન્ટ-પેલેસ રોડ, ૪.૦૫-રામ મઢી-હાી ખાના, ૪.૩૫-રામના પરા, ૫.૨૫-સોરઠીયાવાડી સર્કલ, ૬.૦૫-ત્રિશુલ ચોક-સોરઠીયાવાડી, સોમવારે બપોરે ૨.૫૦-એસ્ટ્રોન ચોક, ૩.૩૦-વિરાણી હાઇસ્કુલ ચોક, ૪.૦૫-ડો. હિંડોચા હોસ્પીટલ-સ્વામીનારાયણ ગુરૂકુળ, ૫.૦૦-એસ.ટી. વર્કશોપ-આંબેડકરનગર, ૫.૪૫-જલારામ ચોક-વાણીયા વાડી, મંગળવારે બપોરે ૨.૫૦-શાસ્ત્રીનગર, ૩.૩૦-ગોકુલનગર ચોક-માર્કેટીંગ યાર્ડ, ૪.૦૫-રામાપીર મંદિર ચોક-સંત કબીર રોડ, ૫.૦૦-રામજી મંદિરની પાસે-પોપટપરા, ૫.૪૫-અવધ ચોક-રેલનગર, બુધવારે, બપોરે ૨.૫૦-બાલાજી હોલ-૧૫૦ ફુટ રીંગ રોડ, ૩.૩૦-ર્ફોચ્યુન હોટેલ-૧૫૦ ફુટ રીંગ રોડ, ૪.૦૫-અંબિકા ટાઉનશીપ-જીવરાજ પાર્ક, ૫.૦૦-જકાતનાકા ચોક-મોરબી રોડ, ૫.૪૫-નેહરૂનગર-સોરઠીયાવાડી, ગુરૂવારે બપોરે ૨.૫૦-સ્વામીનારાયણ મંદિર-માધાપર ચોકડી, ૩.૩૦-પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, ૪.૦૫-ગંગોત્રી ડેરી-સાધુ વાસવાણી રોડ, ૫.૦૦-અતીથી ચોડ-પંચવટી રોડ, ૫.૪૫-સત્ય સાંઇ હોસ્પીટલ-સત્ય સાંઇ રોડ., શુક્રવારે બપોરે ૨.૫૦-કરણપરા ચોક, ૩.૩૦-વિજયદીપ એપાર્ટમેન્ટ-પેલેસ રોડ, ૪.૦૫-રામ મઢી-હાી ખાના, ૪.૩૫-રામના પરા, ૫.૨૫-સોરઠીયાવાડી સર્કલ, ૬.૦૫-ત્રિશુલ ચોક-સોરઠીયાવાડીને આવરી લેવાશે.