રાજકોટ જિલ્લાના કેટલાક શહેર-ગામના સબંધિત વિસ્તારમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ નો પોઝીટીવ કેસ નોંધાયેલ હોવાથી, આ વાયરસના ઝડપી સંક્રમણને ખાળવા માટે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને આ વિસ્તારોને ૧૪ દિવસ સુધી માઇક્રો ક્નટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે.જાહેર કરવામાં આવેલ આ ૪૬ ગામ-શહેરના વિસ્તારોમાં મોટાદડવાની લાવડિયા શેરી, ખોડાપીપર જુના ગામ વિસ્તાર, શાળા નજીક, મેઇન રોડ, પ્રાથમિક શાળા નજીક અને ખાટકીવાસ, પ્રગટેશ્વર મહાદેવ મંદિર પાસે, જેતપુરની મોઢાવાડી શેરી ૪-એ, બોરડી સમઢીયાળાની સ્વામી શેરી, શાપર વેરાવળનું પંચાયત નગર-૨, જસાપરનું દાલમા દાદા મંદિર રોડ, જુના ભાદરા કેડો, ઉતાવળી નદી વિસ્તાર, મેખાટીંબડી ગામનો પ્લોટ એરીયા, ભાયાવદરની રાયડી શેરી, જસદણનું ગીતા નગર-૧, જીલેશ્વર પાર્ક, સામત રોડ, લાતી પ્લોટ વિસ્તાર અને કૈલાશ નગર, ઠેબચડામાં સરકારી શાળા પાસે, મેસપરમાં સાજડિયાળી રોડ, ધોરાજીનમાં લીંબડી ચોક, દ્વારકેશ પાર્ક અને હિરપરા વાડી, બાલાજી હનુમાન મંદિર પાસે, નાના ભાદરા રામ મંદિર પાસે, પાંચવડાનો પ્લોટ વિસ્તાર, શિવરાજપુરમાં પટેલ નગર શેરી નં.૯, વિછિયાની રબારી શેરી, નગરપીપળિયાની મેઇન બજાર નજીક, માલીયાસણમાં નેશનલ હાઇવે નજીક, ભાયાવદરના ક્રિષ્ના નગર, માધવીપુરના બસ સ્ટેન્ડ પાસે, સાણલીના પ્લોટ વિસ્તાર પાસે, રબારિકામાં આંગણવાડી નજીક, રામપરામાં ગ્રામ પંચાયત વિસ્તાર પાછળ, ગોંડલમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ, ગાયત્રી નગર ૧/૪, ભોજરાજપરા -૧૫/૧૨, કૈલાશબાગ શેરી નં.૪, ઉદ્યોગનગર, પ્લોટ નં.૫૩, નૈમીશ ઓઇલ મીલ સામે, યશ પંચાશરા શેરી, સહજાનંદ નગર, રૈયાણી નગર શેરી નં.૧, ભોજરાજપરા-૪, નુરૂવાલી-૨ એપાર્ટમેન્ટ, મેટોડામાં ર-રીયલ હાઇટસ, ઇ, ૧૧૦૧, ગેઇટનં.૩ સામે, જીઆઇડીસી, બંધિયામાં વાણંદપા, શીશકમાં દરબારી પરૂ, પાંચતલાવડામાં બાપા સીતારામ ચોક, ખારચિયામાં અવેડા સામેનો સમાવેશ થાય છે.
રાજકોટ જિલ્લાના ૪૬ ગામ – શહેરોના વિસ્તારનો માઇક્રો ક્નટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ
Previous Articleભારતમાં અહિયાં બને છે એપલના મેડ ઇન ઈન્ડિયા IPhone
Next Article રીક્ષા ચાલકો, નાના ધંધાર્થીઓને લોન પણ મળતી નથી