વાયુ પ્રદૂષણમાં ભયજનક વધારા માટે જવાબદાર સલ્ફર ડાયોક્સાઇડ (એસઓટૂ) પેદા કરવામાં ભારત વિશ્વમાં મોખરે હોવાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
જારી કરવામાં આવેલા રિપોર્ટ મુજબ વિશ્વમાં પેદા થતા કુલ એસઓટૂમાં ભારતનો હિસ્સો 15 ટકા કરતા વધારે છે. નાસાના ઓઝોન મોનીટરીંગ ઇન્સ્ટ્રુમેન્ટ (ઓએમઆઇ) સેટેલાઇટ દ્વારા પ્રાપ્ત ડેટામાં આ ઘટસ્ફોટ થયો છે.
ભારતમાં સૌથી વધુ એસઓટૂ પેદા કરતા સ્થળોમાં કચ્છ પણ સામેલ છે. દેશના અન્ય સ્થળોમાં મધ્ય પ્રદેશના સિંગ્રોલી, તામિલનાડુના નેવેલી અને ચેન્નાઈ, ઓડિશાના તાલચાર અને ઝારસુગુડા અને છત્તીસગઢના કોરબાનો સમાવેશ થાય છે.
સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે એસઓટૂ માનવ આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે. તેને જોઈ શકાતો નથી. પણ તેની વાસ અત્યંત તીવ્ર હોય છે. વિશ્વમાં એસિડ વરસાદ માટે પણ એસઓટૂનું વધારે પ્રમાણ જવાબદાર છે.